વિશેષ ઝુંબેશ:કોવિડકાળમાં રજા પર મુક્ત કરાયેલા અનેક કેદીઓ ફરાર

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વિશેષ ઝુંબેશમાં 18 કેદીઓને ઝડપી લીધા

કોવિડકાળમાં જેલમાં પણ કોવિડ ફેલાયો હોવાથી ગિરદી ઓછી કરવા માટે અમુક કેદીઓને વિશિષ્ટ રજાઓ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને અમુક મુદત પછી પાછા આવવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ અનેક કેદીઓ ફરાર થઈ ગયા છે. આથી પોલીસે તેમને પકડી પાડવા માટે હવે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે 18 કેદીઓને હમણાં સુધી પકડીને ફરીથી જેલમાં મોકલી આપ્યા છે.કોવિડકાળમાં રાજ્યની વિવિધ જેલોમાં પણ કોવિડ ફેલાયો હતો. આથી જેલોમાં ગિરદી ઓછી કરવા અમુક કેદીઓને વિશિષ્ટ રજાઓ આપીને છોડવામાં આવ્યા હતા.

જોકે કોવિડનો ખતરો ટળી ગયા પછી આ કેદીઓએ પાછા તેમની જેલોમાં આવી જવાનું અપેક્ષિત હતું, પરકંતુ અનેક કેદીઓ ફરા થઈ ગયા છે.આ ધ્યાનમાં આવતાં પોલીસ કમિશનરે આવા કેદીઓને શોધીને ફરીથી જેલભેગા કરવા માટે વિશેષ આદેશ આપ્યો હતો. આ અનુસાર મુંબઈના વિશેષ પોલીસ કમિશનર અને કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનરની દેખરેખ હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ અંતર્ગત 18 કેદીઓને હમણાં સુધી પકડીને જેલભેગા કરાયા છે. હજુ ઘણા કેદીઓ ફરાર છે, જેમની પણ શોધ ચાલુ રાખવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...