છેતરપિંડી:સેક્સટોર્શન રેકેટમાં શખ્સે રૂપિયા 7.5 લાખ ગુમાવ્યા, મહિલા સાથે વિડિયો ચેટ કરવાનું મોંઘું પડી ગયું

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચિંચપોકલીના 43 વર્ષીય શખસને એક મહિલા સાથે વિડિયો ચેટ કરવાનું મોંઘું પડ્યું છે. પીડિતે આ સેક્સટોર્શન રેકેટમાં રૂ. 7.5 લાખ ગુમાવી દીધા છે. આત્મહત્યા માટે પ્રવૃત્તિ કરવાનો આરોપ મૂકવાની ધમકી આપીને આરોપી પાસેથી ખંડણી પડાવી લીધી હતી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.પીડિતને એક મહિલા સાથે સંપર્ક થયો હતો. બંનેએ વિડિયો ચેટ કરવાનું શરૂ કર્યું હતું.

વિડિયો ચેટ દરમિયાન મહિલાએ કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું. આ પછી ટૂંક મયમાં જ દિલ્હી સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાંથી અરુણ સકસેના બોલું છું એમ કહીને પીડિતને ફોન કોલ આવ્યો હતો.પોલીસ અધિકારી અરુણ સકસેના તરીકે ઓળખ આપનાર આરોપીએ પીડિતને કહ્યું કે તારી જોકે વિડિયો ચેટ કરનારી મહિલાએ તેનો પોર્નોગ્રાફિક વિડિયો વાઈરલ થઈ જવાને લીધે આત્મહત્યા કરી લીધી છે.

આથી તારી પર આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ લાગુ થશે. જો તેમાંથી બચવું હોય તો પૈસા આપ એમ કહીને તેની પાસેથી 15 જુલાઈ 18 જુલાઈ વચ્ચે રૂ. 7.5 લાખ પડાવી લીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.અરુણ સકસેનાની ધમકી પર પીડિતે ઈન્ટરનેટ પર વિવિધ સાઈટ્સ પરથી આવા બધા વિડિયો ડિલીટ કરવા માટે રૂ. 2.53 લાખ અને મહિલાના પરિવારને ભરપાઈ તરીકે રૂ. 5 લાખ આપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...