મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષની સુનાવણી ફરી એક વાર પાછળ ઠેલવામાં આવી છે. આ પ્રકરણની સુનાવણી 10 જાન્યુઆરી, 2023ના રોજ થશે. જોકે આ સુનાવણી પણ પ્રકરણના નિર્દેશો માટે રહેશે એવું સ્પષ્ટ થયું છે. બીજી બાજુ ઠાકરે જૂથે આ પ્રકરણની સુનાવણી 7 સભ્યની ખંડપીઠ સામે કરવાની માગણી કરી છે. આનેકારણે આ સુનાવણીમાં વધુ સમય લાગે એવી શક્યતા છે.મહારાષ્ટ્ર અને દેશના રાજકારણની દ્રષ્ટિથી સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. પક્ષાંતર બંધી કાયદો અને અન્ય કાયદેસર બાબતોની કસોટી આ પ્રકરણ નિમિત્તે થવાની છે.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ સભ્યની બંધારણીયપીઠ સામે સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણીમાં બંને પક્ષોએ કયા મુદ્દા પર દલીલો થશે, મહત્ત્વના મુદ્દાઓ એકત્રિત રીતે રજૂ કરવાના નિર્દેશ બંધારણીય પીઠને આપ્યા હતા. બંને બાજુથી હજુ ઘણી બધી બાબતો પર એકમત સધાયો નથી એવું મંગળવારની સુનાવણીમાં જોવા મળ્યું હતું.મંગળવારની સુનાવણીમાં ઠાકરે જૂથના વકીલ એડ. કપિલ સિબ્બલે આ પ્રકરણ સાત સભ્યની પીઠ સામે મોકલવાની માગણી કરી હતી. પીઠે 2016માં સંભળાવવામાં આવેલા નબામ રેબિયા વિરુદ્ધ વિધાનસભા ઉપાધ્યક્ષના પ્રકરણના ચુકાદાની યોગ્યતા ઠરાવવા માટે ઠાકરે જૂથે આ માગણી કરી છે.
બંને બાજુને મુદ્દા રજૂ કરવા સૂચના : એડ. સિબ્બલે આ મુદ્દા પર પ્રાથમિક સુનાવણ લેવાની વિનંતી કરી હતી. આ પછી ચીફ જસ્ટિસે બંને બાજુઓને આ મુદ્દા પર ટૂંકમાં પોતાની બાજુ રજૂ કરવા સૂચના આપી હતી. એકનાથ શિંદે જૂથે વકીલ એડ. નીરજ કિશન કૌલ અને મહારાષ્ટ્રના રાજ્યપાલનું પ્રતિનિધિત્વ કરનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સિબ્બલના આ મુદ્દા પર પોતાનું લેખિત બયાન રજૂ કરવા સંમતિ દર્શાવી હતી.
આ મુદ્દા પર દલીલો થઈ શકે
એડ. કપિલ સિબ્બલે જણાવ્યું કે વિધાનસભા અધ્યક્ષ હટાવવા બાબતે નબામ રેબિયા પ્રકરણનો ચુકાદો ખોટો હોવાનું અમે પીઠને મનાવીએ આપીએ તો આ પ્રકરણની સુનાવણી 7 સભ્યની પીઠ સામે કરવી જોઈએ. આ પ્રકરણ 7 જજની પીઠ પાસે મોકલવું કે નહીં તે 5 જજની ખંડપીઠ ઠરાવશે. આ મુદ્દા પર દલીલો કરવામાં આવી શકે છે, એમ જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું હતું.
2016ના ચુકાદાનો આધાર
2016માં સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યની પીઠે આપેલા ચુકાદા અનુસાર વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પ્રલંબિત હોય ત્યારે તેઓ અપાત્રતાની કાર્યવાહી નહીં કરી શકે. પીઠ પાસે સત્તા સંધર્ષનું પ્રકરણ સોંપવામાં આવ્યું ત્યારે નબામ રેબિયા ખટલાના ચુકાદાના મુદ્દાનો સમાવેશ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.