કેબિનેટ મિટિંગમાં માન્યતા:મહારાષ્ટ્રમાં 10 વન્યજીવ વસાહત જોખમી ઘોષિત, આવા નિર્ણય લેનાર દેશનું પ્રથમ રાજ્ય

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 10 જોખમી વન્યજીવ વસાહત ઘોષિત કરવા માટે સોમવારે કેબિનેટ મિટિંગમાં માન્યતા આપવામાં આવી. દેશમાં આ પ્રકારનો આ પહેલો જ નિર્ણય છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ સાથે 12 સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યાં છે.પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, મુખ્ય સચિવ સીતારામ કુંટે સહિત અનેક પ્રશાસકીય અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં સંરક્ષિત ક્ષેત્ર અને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રસ્તાવોને પણ માન્યતા આપવામાં આવી.

આ સમયે લિવિંગ વિથ લિયોપાર્ડ પુસ્તકનું પ્રકાશન પણ કરવામાં આવ્યું હતું. જોખમી વસાહતોમાં મયુરેશ્વર સુપે (5145 ચો.કિમી), બોર (61.64), નવીર બોર (60.69), વિસ્તારિત બોર (16.31), નરનાળા (12.35), લોણાર વન્યજીવ અભયારણ્ય (3.65), ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન(361.28 ચો.કિ.મી.), યેડશી રામલિંગઘાટ વન્યજીવ અભયારણ્ય (22.37), નાયગાવ- મયુર વન્યજીવ અભયારણ્ય (29.90), દેઉળગાવ- રેહેકુરી કાળવીટ અભયારણ્ય (2.17)નો સમાવેશ થાય છે.

12 સંવર્ધન આરક્ષિત ક્ષેત્ર
12 સંવર્ધન આરક્ષિત ક્ષેત્રમાં ધુળેમાં ચિવટીબાવરી (66.04 ચો.કિ.મી.), અલાલદારી (100.56 ચો.કિ.મી.), નાશિકમાં કળવણ (84.12 ચો.કિમી), મુરાગડ (42.87), ત્ર્યંબકેશ્વર (96.97), ઈગતપુરી (88.499) વિગેરે.

અન્ય સમાચારો પણ છે...