ગુજરાત પેટર્ન:‌BJP દ્વારા મહારાષ્ટ્રના મંત્રીમંડળ વિસ્તરણમાં પણ ગુજરાત પેટર્ન

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક દિગ્ગજોને પડતા મૂકવામાં આવી શકે છે

ભાજપની રવિવારે કાર્યકારિણીની બેઠકમાં ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પક્ષના બધા ઈચ્છુકોને મંત્રીમંડળમાં સ્થાન આપી નહી શકાશે એમ સ્પષ્ટ કર્યું. આથી ઈચ્છુકોમાં અસ્વસ્થતા નિર્માણ થઈ છે. શિંદે જૂથના 13થી 14 જણને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું હોવાથી ભાજપમાં ઈચ્છુકોને પોતાનો નંબર લાગશે કે નહીં તે બાબતે ચિંતા છે. શિવસેના- ભાજપ યુતિ કાર્યકાળમાં કેબિનેટ અને રાજ્ય મંત્રી તરીકે લગભગ 43 જણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે મંત્રીપદ મેળવ્યું હતું તેઓ કોઈક ને કોઈક કારણસર હવે ફરી મંત્રીપદે દેખાશે નહીં.

ભાજપે ગુજરાતમાં અળગ પ્રયોગ કર્યો હતો. તેમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને બેસાડ્યા પછી નવા મંત્રીમંડળનો ચહેરો જ સાવ બદલી નાખ્યો હતો. રૂપાણીના મંત્રીમંડળના કોઈ જૂના- જાણીતાને તક આપી નહીં. હવે શિંદે સરકારમાં પણ ભાજપ આ પેટર્ન અપનાવશે એમ જણાય છે. એકનાથ શિંદેને મુખ્ય મંત્રીપદ આપીને ભાજપે આંચકો આપ્યો. શિંદે જૂથના બધા વરિષ્ઠ વિધાનસભ્યોને બાજુમાં કરીને રાહુલ નાર્વેકરને વિધાનસભાના અધ્યક્ષપદે તક આપી તે તેનો જ સંકેત છે.

2014માં ભાજપનો મુખ્ય મંત્રી હતો ત્યારે જેમને મંત્રીમંડળમા સ્થાન અપાયું હતું. તેમાંથી પંકજા મુંડે, વિનોદ તાવડે, અનિલ બોંડે, ગિરીશ બાપટને મંત્રીમંડળમાં સ્થાન નહીં અપાશે. આ બધા વિધાનભવનના સભ્ય નથી. દરમિયાન સુરતથી ગોવા એકનાથ શિંદેની જોડે રહેલા માજી મંત્રી વિધાનસભ્ય સંજય કુટેને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તે તરફ બધાનું ધ્યાન દોરાયું છે. કુટેએ સુરતથી ગૌહાટીથી ગોવા સુધી નિયોજનની જવાબદારી ઉત્તમ રીતે પાર પાડી હતી.

આ વિધાનસભ્યોને તક મળી શકે : ગુજરાતમાં પહેલી વાર ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોને મંત્રીપદ અપાયાં હતાં. ફડણવીસ તેનું અનુકરણ કરી શકે છે. ખાસ કરીને ઔસાના અભિમન્યુ પવાર, શ્રીકાંત ભારતીય, ડો. રણજિત પાટીલ, રાધાકૃષ્ણ વિખે પાટીલ, પ્રા. રામ શિંદે, મેઘના બોર્ડીકર, ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજનને તક મળી શકે છે. ચંદ્રશેખર બાવનકુળે, દિલીપ કાંબળે, વિદ્યા ઠાકુર, સુધીર મુનગંટીવાર, બબનરાવ લોણીકર, પ્રવીણ પોટેને ટાળવામાં આવી શકે છે.

શિંદે જૂથમાં ઈચ્છુકો
શિંદે જૂથમાં ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, ઉદય સામંત, સંદીપાન ભુમરે, શંભુરાજ દેસાઈ, અબ્દુલ સત્તાર, અપક્ષો રાજેન્દ્ર યડ્રાવકર, બચ્ચુ કડુ સાથે શિવસેનાના સંજય શિરસાટ, તાનાજી સાવંત, સંજય રાઠોડ, દીપક કેસરકર, યોગેશ કદમ સાથે પ્રતાપ સરનાઈક, યામિની જાધવને મંત્રીપદ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...