વીજ મોંઘી થવાનો આંચકો:મહાનિર્મિતી - મહાપારેષણની વીજ દર વધારવા અંગે માગણી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રાહકો માટે નવા વર્ષે યુનિટ દીઠ 1.35 રૂપિયા વીજ મોંઘી થવાનો આંચકો

મહાનિર્મિતી અને મહાપારેષણ કંપનીને અનુક્રમે 24 હજાર 832 કરોડ રૂપિયા અને 7 હજાર 818 કરોડ રૂપિયા વધારે ખર્ચ પેટે આગામી બે વર્ષમાં મળે એવી માગણી કરતી ફેરવિચાર અરજી રાજ્ય વીજ નિયામક આયોગ સમક્ષ રજૂ કરી છે. આ દરવધારો મંજૂર થશે તો મહાનિર્મિતીના ખર્ચ પેટે યુનિટ દીઠ 1.03 અને મહાપારેષણના ખર્ચ પેટે યુનિટ દીઠ 32 પૈસા એમ એક યુનિટ દીઠ કુલ 1.35 રૂપિયાનો બોજો ગ્રાહકો પર પડશે. મહાવિતરણ તરફથી દરવધારાની માગણી કરવામાં આવશે. તેથી આગામી વર્ષમાં વીજ દરવધારાનો આંચકો લાગશે.

વીજ નિયામક આયોગે 30 માર્ચ 2020ના પાંચ વર્ષ માટે બહુઉદ્દેશીય વીજ દર નિશ્ચિતી આદેશ જાહેર કર્યો છે. પણ કાયદાની જોગવાઈ અનુસાર ત્રીજા વર્ષે આ કંપનીઓ ફેરવિચાર અરજી દાખલ કરી શકે છે. એ અનુસાર હવે મહાનિર્મિતી અને મહાપારેષણ કંપનીએ ફેરવિચાર અરજી દાખલ કરી છે.

મહાનિર્મિતી કંપનીએ છેલ્લા ચાર વર્ષનો વધારાનો ખર્ચ અને આગામી બે વર્ષના અપેક્ષિત ખર્ચ માટે આ પહેલાં આયોગે મંજૂર કરેલી રકમ ઉપરાંત કુલ 24 હજાર 832 કરોડ રૂપિયાના અતિરિક્ત વધારાની માગણી કરી છે. એ બે વર્ષમાં વસૂલ કરવા ગ્રાહકોના માથે યુનિટ દીઠ 1.03 રૂપિયાનો બોજો પડશે. એ સાથે મહાપારેષણ કંપનીએ વધારે ખર્ચ પેટે 7 હજાર 818 કરોડ રૂપિયાની માગણી કરી છે. એ બે વર્ષમાં વસૂલ કરવા માટે યુનિટ દીઠ 32 પૈસા દરવધારો થશે.

આ બે કંપનીઓની કુલ દરવધારાની માગણી યુનિટ દીઠ 1.35 રૂપિયા છે. ઉપરાંત મહાવિતરણ કંપનીની અરજી હજી જાહેર થઈ નથી. મહાવિતરણની માગણી બાદ ગ્રાહકો પર દરવધારાનો બોજો પડશે. વીજ નિયામક આયોગના 30 માર્ચ 2020ના આદેશ અનુસાર માર્ચ 2025 સુધી સરેરાશ વીજ દર યુનિટ દીઠ 7.27 રૂપિયા જેટલો હશે.

અત્યારનો દરવધારો ગણીયે તો એ સમયે દર સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર જશે. એ સાથે જ રાજ્યના ઉદ્યોગ દેશમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકશે નહીં. એની રાજ્યના વિકાસ પર ગંભીર અસર થશે. તેથી રાજ્ય સરકારે ગ્રાહકોના હિત માટે કઠોર ઉપાયયોજના કરવી એવી માગણી વીજ ગ્રાહક સંગઠનના અધ્યક્ષ પ્રતાપ હોગાડેએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...