કાર્યવાહી:કૌભાંડી વાધવાન પરિવારનો મહાબળેશ્વરનો બંગલો સીલ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કરોડોની આર્થિક ગેરરીતિ કર્યાનો આરોપ

કોરોના સમયગાળા દરમિયાન પ્રતિબંધો છતાં પ્રવાસ પર જવાના કારણે ચર્ચામાં આવેલા વાધવાન પરિવારનો મહાબળેશ્વરનો બંગલો સીલ કરવામાં વ્યો છે. સીબીઆઈના અધિકારીઓએ પોલીસના કાફલા સાથે પહોંચીને બંગલો સીલ કર્યો છે. વાધવાન પરિવાર પર હજારો કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે.કરોડોના કૌભાંડમાં વાધવાન બંધુઓ સામે અનેક કેસ નોંધાયા છે. સીબીઆઈના અધિકારીઓ લાંબા સમયથી વાધવાની સંપત્તિઓની તપાસ કરતા હતા, જેમાં મહાબળેશ્વરમાં સંપત્તિનો પણ સમાવેશ થતો હતો.

સીબીઆઈએ શનિવારે બપોરે મહાબળેશ્વર પોલીસની મદદથી બંગલાનો કબજો લીધો હતો.નોંધનીય કે કોરોનાના સમયગાળા દરમિયાન કડક લોકડાઉન અને કરફ્યુ વચ્ચે વાધવાન પરિવારના 23 સભ્યો મહાબળેશ્વરમાં ગયા હતા. મંત્રાલયના તત્કાલીન અધિકારી અજિતાભ ગુપ્તાએ તેમને આપેલા પત્રને આધારે તેઓ જિલ્લાઓની સીમા પાર કરીને મહાબળેશ્વર પહોંચ્યા હતા.

આ બંગલોની આસપાસમાં રહેતા રહેવાસીઓએ સાતારા પોલીસને જાણ કરી હતી, જે પછી પોલીસે કાર્યવાહી કરી હતી. પરિવારની પંચગનીની હોસ્પિટલમાં તબીબી તપાસકરવામાં આવી હતી. આ તમામ પર કલમ 188 હેઠળ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...