વસૂલી:મ.રેલવેએ ખુદાબક્ષો પાસેથી 200 કરોડની વસૂલીનો વિક્રમ સર્જયો !

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દરેક ટીસીએ આશરે 90 લાખ રૂપિયાથી વધુ વસૂલી કરી

મધ્ય રેલવેએ ટિકિટ તપાસ ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. ટિકિટ તપાસ ઝુંબેશમાં છેલ્લા 7 મહિનામાં લગભગ 200 કરોડ રૂપિયાની આવક મેળવી છે. એપ્રિલથી ઓકટોબરના સાત મહિનામાં ટિકિટ તપાસ કરીને 193.62 રૂપિયા મેળવ્યા છે. એમાં ખાસ વાત એટલે ટિકિટ તપાસનાર દરેક કર્મચારીએ 90 લાખ રૂપિયાથી વધુ વસૂલી કરી છે. ટિકિટ વિના અને અનિયમિત પ્રવાસ પર લગામ તાણવા મધ્ય રેલવે ઉપનગરીય રેલવે, મેલ-એક્સપ્રેસ, પ્રવાસી સેવા અને સ્પેશિયલ ટ્રેનમાં ઝીણવટભરી તપાસ કરે છે. ટિકિટ વિના પ્રવાસ અને બીજી અનિયમિતિતાના કારણે થનારા મહેસૂલ પર વરિષ્ઠ અધિકારીઓ નજર રાખે છે.

એપ્રિલથી ઓકટોબર દરમિયાન ટિકિટ વિના પ્રવાસ કે બુક ન કરેલા સામાનના કુલ 29.03 લાખ પ્રકરણ નોંધાયા જે ગયા વર્ષના આ જ સમયગાળામાં 16.16 પ્રકરણ હતા. એમાં 79.46 ટકાનો વધારો થયો છે. ટિકિટ વિના અને અનિયમિત પ્રવાસમાંથી મળેલું મહેસૂલ 193.62 કરોડ છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 93.29 કરોડ રૂપિયા હતો. એમાં 107.54 ટકા વધારો થયો છે. ઓકટોબર 2022ના મહિનામાં ટિકિટ વિના કે અનિયમિત પ્રવાસ અને બુક ન કરાવેલા સામાન સહિત 4.44 લાખ પ્રકરણ દ્વારા મધ્ય રેલવેએ 30.35 કરોડ રૂપિયાનું મહેસૂલ મેળવ્યું છે.

મધ્ય રેલવેની ટિકિટ તપાસ ટીમે ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓ પર નિયંત્રણ મેળવવા ઘણાં પ્રયત્ન કર્યા. 2022-23ના આર્થિક વર્ષમાં ટિકિટ તપાસ અને કર્મચારીઓમાંથી 4 જણે એક કરોડ રૂપિયાથી વધુ મહેસૂલ ભેગું કરીને ઉત્તમ કામગિરી કરી છે. એમાં ડી.કુમાર, ટીટીઆઈ મુખ્યાલય, મુંબઈ તરફથી 15 હજાર 53 પ્રકરણમાં 1.43 કરોડ રૂપિયા, એસ.બી.ગલાંડેએ 14 હજાર 837 પ્રકરણમાં 1.34 કરોડ રૂપિયા, એચ.એ.વાઘે 11 હજાર 634 પ્રકરણ થકી 1.04 કરોડ રૂપિયા, સુનીલ ડી. નૈનાનીએ 12 હજાર 137 પ્રકરણમાં 1.03 કરોડ રૂપિયાની વસૂલી કરી છે.

બીજા માધ્યમથી આવક
આર્થિક વર્ષ 2022-23માં એપ્રિલથી ઓકટોબર દરમિયાન મધ્ય રેલવેની કામગિરી ગયા વર્ષના આ જ સમયગાળામાં 12.16 કરોડ રૂપિયાની સરખામણીએ વિક્રમજનક 39.45 કરોડ રૂપિયા જેટલી થઈ છે. મધ્ય રેલવેએ આર્થિક વર્ષમાં 3.01 લાખ ટન પાર્સલ અને સામાનની હેરફેર દ્વારા 150.87 કરોડ રૂપિયા જેટલું મહેસૂલ મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...