પુણેના કસબા પેઠની પેટાચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રવીંદ્ર ધંગેકરે ભાજપના હેમંત રાસનેને પછડાટ આપ્યા પછી તુરંત ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ઠાકરેએ કહ્યું આટલાં વર્ષો પછી એક ભ્રમમાંથી કસબા મતવિસ્તાર જો બહાર આવતો હોય તો દેશને પણ બહાર આવવા માટે વાર નહીં લાગે.તિલક ઘરાણાને ઉમેદવારી નહીં આપવી અને ગિરીશ બાપટને પ્રચારમાં ઉતારવા આ બધું ભેગું થઈ ગયું. ભાજપ સર્વત્ર વાપરો અને ફેંકો નીતિ વાપરે છે. આવું જ શિવસેના સાથે કર્યું. શિવસેનાની જરૂર હતી ત્યાં સુધી તેમણે ઉપયોગ કર્યો. અકાલી દળનો કર્યો, મમતા બેનરજી, સમતા પાર્ટી અને જયલલિતાનો ઉપયોગ કર્યો.
કસબામાં તિલક ઘરાણાનો ઉપયોગ કરીને તેમને બાજુમાં કરી દીધા. તેનો ગુસ્સો પણ ત્યાંના લોકોએ ઉતાર્યો છે, એમ ઠાકરેએ જણાવ્યું હતું.ભાજપના ગિરીશ બાપટ જેવા વરિષ્ઠ નેતા હંમેશાં લડત આપતા જોવા મળ્યા છે. જોકે ઓક્સિજનની નળીઓ લગાવીને તેમને તમે પ્રચારમાં ઉતાર્યા. આ જ રીતે મનોહર પર્રિકરને ભાજપ પ્રચાર માટે લાવ્યો હતો. જોકે પર્રિકર પછી તેમના પુત્રને બાજુમાં કરી દીધો.
ભાજપની આ વૃત્તિ. તેમને સિલેક્ટિવ સહાનુભૂતિ જોઈએ, જે મતદારો સ્વીકારતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.વિધાન પરિષદની શિક્ષક અને ગ્રેજ્યુએટ મતવિસ્તારની ચૂંટણીના હાલમાં આવેલાં પરિણામો બોલકાં હતાં. આથી હાલની પેટાચૂંટણીનાં પરિણામો આટલાં વર્ષના પ્રભાવ હેઠળનો મતવિસ્તાર અને ત્યાંના મતદાર અલગ વિચાર કરી શકે છે અને કર્યો છે છે તે એક મોટું આશાદાયક ચિત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.