બેઠક:મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની લાઉડસ્પીકર વિરુદ્ધ પત્ર ઝુંબેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદી, મરાઠી અને ઈંગ્લિશ ભાષામાં ભૂમિકા સ્પષ્ટ કરશે

મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ પોકારેલા લાઉડસ્પીકર વિરુદ્ધના આંદોલનની આગામી ભૂમિકા નિશ્ચિત કરતા પક્ષ તરફથી નવી પત્ર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ આંદોલનની આગળની દિશા અને રાજની ભૂમિકા આ પત્રમાં હશે. આ પત્ર હિંદી, મરાઠી અને ઈંગ્લિશ એમ ત્રણ ભાષામાં છાપવામાં આવશે.

પદાધિકારીઓએ પોતે જઈને આ પત્ર ઘેરઘેર પહોંચાડવો એવો આદેશ રાજ ઠાકરેએ આપ્યો છે. અયોધ્યા પ્રવાસ અને લાઉડસ્પીકરના આંદોલનના પ્રશ્ને પક્ષના પ્રવક્તા છોડીને બીજા કોઈ પણ વ્યક્તિએ પત્રકારો સાથે કે સોશિયલ મીડિયામાં પોતાની વાત રજૂ કરવી નહીં એવો ઈશારો પણ આપવામાં આવ્યો છે.

લાઉડસ્પીકર વિરુદ્ધના આંદોલનની આગળની દિશા નક્કી કરવા મનસેના પદાધિકારીઓની બેઠક આયોજિત કરવામાં આવી હતી. એ સમયે રાજ ઠાકરેએ ઉપરોક્ત આદેશ આપ્યા હતા એવી માહિતી પક્ષના પ્રવક્તા ગજાનન કાળેએ આપી હતી.

આ બેઠકમાં મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મરાઠી, હિંદી અને ઈંગ્લિશ એમ ત્રણ ભાષામાં લખાયેલ પત્ર રાજ્યમાં ઘેરઘેર પહોંચાડવામાં આવશે. ઉપરાંત મનસે તરફથી સભ્ય નોંધણી અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં તમામ સેક્રેટરીઓ, નેતાઓએ કાર્યકર્તાઓના મેળાવડા આયોજિત કરવા એવી સૂચના બેઠકમાં આપવામાં આવી હતી એમ કાળેએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...