સોશિયલ મિડિયા પર તાજેતરમાં રણવીર સિંહે નિર્વસ્ત્ર ફોટો મૂક્યા હોઈ તે વાઈરલ થયા છે, જેને કારણે ખાસ કરીને મહિલાઓની ભાવના દુભાઈ રહી છે. આવા વ્યવહાર રોકવા માટે રણવીર સામે તુરંત ગુનો દાખલ કરવો જોઈએ, એવી ફરિયાદ ચેમ્બુરનાં વકીલ વેદિકા ચૌબેએ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પીઆઈને સોમવારે પત્ર લખીને કરી છે.
ગયા સપ્તાહમાં રણવીરના ઘણા બધા નિર્વસ્ત્ર ફોટો સોશિયલ મિડિયા પર મુકાયા હતા અને તે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી સંકોચ થાય તે રીતે ક્લિક કરવામાં આવ્યા છે. તેણે અંગત ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ્સ પર આ ફોટો મૂક્યા છે, જે સસ્તી પ્રસિદ્ધિ માટે કરવામાં આવ્યું હોય તેવું જણાય છે અને તેને કારણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અભડાઈ રહી છે, એમ ફરિયાદમાં જણાવાયું છે.
રણવીરને ભારતમાં નાયક કહેવાય છે. લાખ્ખો ભારતીયો તેને અને તેની સ્ટાઈલને ફોલો કરે છે. ભારતના અમુક ભાગોમાં તો કલાકારોને ભગવાન માનવામાં આવે છે. આમ છતાં રણવીર લોકોની ભાવનાઓને ભોગે અને સસ્તી પ્રસિદ્ધિ માટે આવાં કૃત્યો કરી રહ્યા છે, જે રોકવામાં નહીં આવે તો બીજી અને ત્રીજી હરોળના કલાકારો પણ આવું કરવા માટે પ્રેરાશે. તે હીરો અને રોલ મોડેલ છે, જેથી ઘણા બધા સંઘર્ષ કરતા કલાકારો, યુવાનો પણ આવાં સસ્તાં કૃત્યો કરવા માટે અને આવા ફોટો પોસ્ટ કરવા માટે પ્રેરિત થઈ શકે છે, એમ પણ ફરિયાદમાં જણાયું છે. આ સર્વ બાબતોને જોતાં રણવીર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેછળ ગુનો દાખલ કરવો જોઈએ. એવી માગણી તેમણે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.