ધરપકડ:મુંબઈ એરપોર્ટ પર લાટવિયન કરોડોના કોકેઈન સાથે પકડાયો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DRIએ માહિતીને આધારે કરેલી કાર્યવાહી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની દાણચોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં તપાસ સંસ્થાને સફળતા મળી છે. વિશ્વસનીય માહિતીને આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા 24 વર્ષીય લાટવિયન નાગરિક આર્થર્સ લિયો ઝિન્બર્ગ્સ પાસેથી 6.9 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.ઝિન્બર્ગ્સ સાઓ પાઉલો (બ્રાઝિલ)થી દોહા થકી મુંબઈ આવ્યો હતો. તેમે ટ્રોલી બેગમાં પ્લાસ્ટિકના પાઉચમાં 6.9 કિગ્રા કોકેઈન છુપાવ્યું હતું.

ડીઆરઆઈએ શંકાને આધારે તેને કબજામાં લીધા પછી તપાસ કરતાં ડ્રગ્સ મળી આવ્યું હતું. તેણે પૂછપરછમાં એવો દાવો કર્યો કે એક બ્રાઝિલિયન નાગરિકે તેને આ કન્સાઈનમેન્ટ આપ્યું હતું અને તેની સામે તેને કમિશન મળવાનું હતું.આરોપીની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને કોર્ટમાં હાજર કરાતાં 21 જૂન સુધી ડીઆરઆઈ કસ્ટડી આપવામાં આવી હતી. તેની સાથે હજુ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...