ભાસ્કર વિશેષ:ગેટવે ઓફ ઈંડિયા ખાતે કાર્યક્રમ માટે લાખોનું ભાડું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળના કાર્યક્રમને મફત પરવાનગી

ગેટવે ઓફ ઈંડિયા ખાતે સાર્વજનિક કાર્યક્રમ આયોજિત કરવા માટે હવે સરકારી વિભાગ, સંસ્થા, ચેરિટી સંસ્થાએ લાખો રૂપિયા ભાડું ચુકવવું પડશે. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળના કાર્યક્રમના આયોજન માટે કોઈ પણ શુલ્ક લેવામાં ન લેવાનો નિર્ણય પર્યટન અને સાંસ્કૃતિક કાર્ય વિભાગે લીધો છે.

ગેટવે ઓફ ઈંડિયા પુરાત્ત્વ વિભાગના અ જૂથનું રાજ્ય સંરક્ષિત સ્મારક છે. આ પરિસરમાં જુદા જુદા કાર્યક્રમ આયોજિક કરવા માટે સરકારી વિભાગ, ચેરિટી સંસ્થા, વ્યવસાયિક અથવા બિનવ્યવસાયિક સંસ્થા વગેરે તરફથી સરકારને દર વર્ષે અરજી કરવામાં આવે છે અને તેમને પરવાનગી આપવામાં આવે છે. હવે આ પરિસરના ઉપયોગ માટે નિયમાવલી અને શુલ્ક નિશ્ચિત કરવાનો નિર્ણય પર્યટન અને સાંસ્કૃતિક વિભાગે લીધો છે.

હવે સરકારી વિભાગ માટે દરરોજના 50 હજાર રૂપિયા કાર્યક્રમ શુલ્ક અને દરરોજના 10 હજાર રૂપિયા લાઈટિંગ શુલ્ક હશે. ચેરિટી સંસ્થા, બિનવ્યવસાયિક અને સ્વયંસેવી સંસ્થા માટે દિવસના અનુક્રમે 1 લાખ અને 50 હજાર રૂપિયા શુલ્ક રહેશે. વ્યવસાયિક સંસ્થા માટે રોજના 5 લાખ રૂપિયા અને લાઈટિંગ માટે 1 લાખ રૂપિયા લેવામાં આવશે. વિદેશી દૂતાવાસ માટે દરરોજના 1 લાખ રૂપિયા અને લાઈટિંગ માટે 10 હજાર રૂપિયા લેવામાં આવશે. સરકારી વિભાગ અને ચેરિટી સંસ્થા, સ્વયંસેવી સંસ્થા, સામાજિક સંસ્થાના સહિયારા કાર્યક્રમ માટે દૈનિક 1 લાખ રૂપિયા અને લાઈટિંગ માટે 10 હજાર રૂપિયા શુલ્ક રહેશે. સરકારી વિભાગ અને વ્યવસાયિક સંસ્થા અથવા વિદેશી દૂતાવાસ અને વ્યસાયિક સંસ્થાના સહિયારા કાર્યક્રમ માટે દૈનિક 2 લાખ રૂપિયા અને લાઈટિંગ માટે 1 લાખ રૂપિયા શુલ્ક લેવામાં આવશે.

21 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી
કાર્યક્રમના આયોજન માટે સાંસ્કૃતિક કાર્ય વિભાગ પાસે ઓછામાં ઓછા 21 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે. મોડી અરજી કરવામાં આવશે તો 1 લાખ રૂપિયા ફાસ્ટ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે. જાહેરાત, શૂટિંગ માટે 1 લાખ રૂપિયા રોયલ્ટી લેવામાં આવશે. કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમ સોમવારથી શુક્રવારના સમયમાં જ આયોજિત કરવાની પરવાનગી આપવામાં આવશે. શનિવાર અને રવિવાર એમ બે દિવસ આ સ્મારક પર્યટકો માટે ખુલ્લુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...