ભારતનું સૌથી મોટું ઍક્ઝિબિશન:લેબ ગ્રોન ડાયમંડ ઍન્ડ જ્વૅલરી ઍક્ઝિબિશન ‘LDJS 22’ શરૂ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LGDJPCનું BKC જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સૌથી મોટું પ્રદર્શન

લેબ ગ્રૉવ્ન ડાયમંડ ઍન્ડ જ્વૅલરી ઍક્ઝિબિશન “એલડીજેએસ 2022”ની બીજી આવૃત્તિનું શુક્રવારે ઉદઘાટન થયું. બીકેસીમાં જિયો વર્લ્ડ ક્ન્વેન્શન સેન્ટર ખાતે પાંચમીથી આઠમી ઑગસ્ટ દરમિયાન “લેબ ગ્રૉવ્ન ડાયમંડ ઍન્ડ જ્વૅલરી પ્રમોશન કાઉન્સિલ (એલજીડીજેપીસી) દ્વારા આયોજિત “એલડીજેએસ 2022” ભારતનું સૌથી મોટું ઍક્ઝિબિશન છે.

5000 સ્ક્વૅર મીટરમાં ફેલાયેલા એલડીજેએસ 2022માં 100થી વધુ ઍક્ઝિબિટર્સ મુલાકાતીઓ માટે ડાયમંડ અને જ્વેલરીની વૈવિધ્યસભર શ્રેણી પ્રદર્શિત કરશે. આ પ્રતિષ્ઠિત ઍક્સ્પોની મુલાકાત 45,000થી વધુ વ્યાપારી મુલાકાતીઓ, ખરીદદારો તથા વ્યાપાર વિશ્વના સભ્યો ઉપરાંત એટલી જ સંખ્યામાં ભારત તથા વિદેશથી પધારેલા સામાન્ય મુલાકાતીઓ ઉપસ્થિત રહેશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

એલડીજેએસ 2022માં 12 ઈન્ટરેક્ટિવ ટ્રેડ સેશન્સ અને 12 ફેશન શોમાં નવ દેશો સહભાગી થશે, જેમાં ભારત તથા વિશ્વભરના વિવિધ ઉત્પાદકો અને પ્રદર્શકોની એલજીડીજેએસની વૈવિધ્યસભર શ્રેણીને મૉડેલ્સ રૅમ્પ પર ચાલી ને પ્રદર્શિત કરશે. ઉદઘાટન કાઉન્સિલના ચેરપર્સન શશિકાંત કલિચંદ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈના રૉયલ થાઈ કૉન્સ્યુલેટના કોન્સલ જનરલ દોન્નાવિટ્ટ પુલસાવત મુખ્ય અતિથિ હતા, જ્યારે થાઈ ટ્રેડ સેન્ટરનાં કોન્સલ અને ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુપાત્રા સાવાએન્ગશ્રી અતિથિ વિશેષ હતાં.

અન્ય સમાચારો પણ છે...