ફરિયાદ:શિવસેનાની માજી નગરસેવિકા સહિત 6 સામે અપહરણનો ગુનો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરીવલીની માજી નગરસેવિકા દ્વારા પણ સામે ફરિયાદ દાખલ કરાઈ

બોરીવલીમાં 22 વર્ષના યુવાનનું અપહરણ કરીને તેની મારપીટ કરવા સંબંધે પોલીસે શિવસેનાની માજી નગરસેવિકા અને છ અન્ય સામે ગુનો દાખલ કર્યો છે. આ પછી માજી નગરસેવિકાએ પણ ફરિયાદી સામે ફરિયાદ નોંધાવી છે.શિવસેનાની માજી નગરસેવિકા શીતલ મ્હાત્રે અને અન્ય છ જણ વિરુદ્ધ એમએચબી પોલીસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 363 (અપહરણ) અને અન્ય સુસંગત જોગવાઈઓ હેઠળ શુક્રવારે એફઆઈઆર દાખલ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદી રાહુલ ધાનુકાએ દાવો કર્યો હતો કે શુક્રવારે તે ઘર તરફ જતો હતો ત્યારે માર્ગમાં તેની કાર એસયુવી સાથે અથડાઈ હતી. આ પછી મ્હાત્રે પણ જેમાં હતી તે કારમાંથી ચારથી પાંચ જણ બહાર આવ્યા અને તેમણે ગાળાગાળી કરી હતી અને મારપીટ કરી હતી એવો આરોપ ધાનુકાએ કર્યો છે.આ પછી ધાનુકા પોતાના ઘરમાંથી બહાર નીકળીને પોલીસ ફરિયાદ કરવા જતો હતો ત્યારે વધુ એક એસયુવી આવીને તેની નિવાસી ઈમારતમાં પહોંચી હતી અને આરોપીઓએ તેની પર હુમલો કર્યો હતો.

ફરિયાદીએ દાવો કર્યો કે તે પછી આરોપીઓ તેમની કારમાં તેનું અપહરણ કરી ગયા હતા. કારમાં તેની મારપીટ ચાલુ રાખી હતી. એક આરોપી હુમલા દરમિયાન વારંવાર મ્હાત્રેનું નામ લેતો હતો એવો આરોપ પણ તેણે કર્યો હતો. આ સંબંધે પોલીસે વિશાલ જાધવ, કુનાલ ઠાકુર, મનીષ પાટીલ, વિરાજ ઝવેરી, શીતલ મ્હાત્રા અને અન્ય બે અજ્ઞાત વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. દરમિયાન મ્હાત્રેએ પણ ધાનુકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની તપાસ ચાલુ છે. હજુ કોઈની ધરપકડ કરાઈ નથી, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...