ઘાટકોપર સ્ટેશનની બહાર 2002માં થયેલા બોમ્બ વિસ્ફોટના આરોપી ખ્વાજા યુનુસના કસ્ટડી મૃત્યુ પ્રકરણમાં વધુ ચાર પોલીસ કેસ ચલાવવાની માગણી કરતી પહેલાંના વિશેષ સરકારી વકીલની અરજી પાછી ખેંચી રહ્યા છીએ એવી માહિતી રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ કોર્ટમાં આપવામાં આવી હતી. બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝે સહિત ચાર પોલીસ આ પ્રકરણમાં મુખ્ય આરોપી છે.
પણ ભૂતપૂર્વ એસીપી પ્રફિલ્લ ભોસલે, રાજારામ વેનમાને, અશોક ખોત અને હેમંત દેસાઈને આ પ્રકરણમાં આરોપી કરવાની અને તેમના પર કેસ ચલાવવાની માગણી કેસના પહેલાંના વિશેષ સરકારી વકીલ ધીરજ મિરજકરે કરી હતી. એ પછી તેમને અચાનક પદ પરથી હટાવવામાં આવ્યા. ખ્વાજાની માતાએ આ નિર્ણય વિરુદ્ધ હાઈ કોર્ટમાં અરજી કર્યા પછી આ પ્રકરણે નવા સરકારી વકીલની નિયુક્તી કરવામાં આવી છે.
મિરજકરે આ કેસમાં રહેવા નકાર આપ્યા પર વિશેષ સરકારી વકીલ તરીકે પ્રદીપ ઘરતની નિયુક્તી કરવામાં આવી. ભોસલે સહિત ચાર પોલીસને આરોપી કરવા બાબતે અને તેમના પર કેસ ચલાવવાની માગણી કરતી મિરજકરની અરજી પાછી ખેંચવામાં આવી રહી હોવાનું ઘરત તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું. ભોસલે સહિત બીજા ચાર પોલીસને પણ યુનુસની કસ્ટડીમાં હેરાનગતિ કરવામાં આવ્યાનો આરોપ બોમ્બ વિસ્ફોટ પ્રકરણના આરોપી અને આ પ્રકરણના સાક્ષી ડો. મતીનને જુબાની આપતા જણાવ્યું હતું. એ પછી મિરજકરે આ ચાર પોલીસને આરોપી કરવા બાબતે કોર્ટમાં અરજી કરી હતી.
પણ મતીને એના પર વારંવાર પોતાનો જવાબ બદલ્યો છે. ઉપરાંત હાઈ કોર્ટે આ પ્રકરણના તમામ કાગળત્ર મગાવ્યા હતા. એમાં આ પોલીસ પર કાર્યવાહી માટે મંજૂરી યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. યોગ્ય મંજૂરી વિના ભોસલે સહિત ચાર પોલીસ પર કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી કોર્ટ માન્ય કરી શકતી નથી. તેથી મિરજકરે કરેલી અરજી પાછી ખેંચી રહ્યા હોવાનું ઘરાતે કોર્ટને જણાવ્યું. તેમ જ આ માગણી બાબતની ઔપચારિક અરજી ટૂંક સમયમાં કરવાનું સ્પષ્ટ કર્યું. દરમિયાન સરકાર અરજી પાછી ખેંચશે તો પોતાને કોઈ વાંધો નથી એમ વાઝેના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.