હાઈકોર્ટનો આદેશ:ડિગ્રીધારક પરણેતર માટે નોકરી ફરજિયાત નથી

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી કરવી કે ઘર સંભાળવું એ મહિલાની વ્યક્તિગત પસંદગીની બાબત

ડિગ્રી છે કે સુશિક્ષિત છે એટલે પરણેલી મહિલાને નોકરી કરવા ફરજ પાડી શકાય નહીં એવું નિરીક્ષણ હાઈકોર્ટે નોંધ્યું હતું. તેમ જ મહિલાએ નોકરી કરવી કે ઘર સંભાળવું છે એ મહિલાના પસંદગીના અધિકાર પર ભાર મૂક્યો હતો. મહિલા ડિગ્રીધારક છે અથવા ભણેલી છે એનો અર્થ એ ઘરે રહી શકે છે એવો નથી એવું નિરીક્ષણ પણ એક અરજીની સુનાવણીના સમયે જજ ભારતી ડાંગરેએ નોંધ્યું હતું.

ઘરની વહુએ આર્થિક બાબતોમાં યોગદાન આપવું જોઈએ એ બાબત હજી આપણા સમાજમાં માન્ય કરવામાં આવતું નથી એ બાબતે તેમણે વસવસો વ્યક્ત કર્યો હતો. એ જ સમયે નોકરી કરવો એ મહિલાનો અધિકાર છે. તેથી પક્ષકાર મહિલા ડિગ્રીધારક છે એટલે એ ઘરે બેસી શકતી નથી એવો અરજદારનો દાવો યોગ્ય ન હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

હું હાઈ કોર્ટમાં જજ તરીકે કામ કરું છુ. પણ આવતી કાલે જજની નોકરી છોડીને ઘરે બેસીસ તો હું જજ થવા લાયકાત ધરાવું છું એટલે ઘરે બેસતી નહીં એમ જણાવી શકાય કે? એવો પ્રશ્ન જજ ડાંગરેએ કર્યો હતો. પુણેની ફેમિલી કોર્ટના આદેશને પતિએ પડકાર્યો છે. પત્ની કમાવતી હોવા છતાં ફેમિલી કોર્ટે એને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો. એને પડકારતી સુનાવણીના સમયે ફેમિલી કોર્ટનો આદેશ પોતાના માટે અન્યાયકારક હોવાથી અરજદાર તરફથી કોર્ટને જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એ સમયે કોર્ટે એનું જણાવવું અમાન્ય કર્યું. તેમ જ સુશિક્ષિતત મહિલાએ નોકરી કરવી કે ઘરે રહેવું એ તેની પસંદગી છે એવી ટિપ્પણી કરી.

અરજદારના લગ્ન 2010માં થયા હતા. 2013માં એની પત્ની પુત્રી સાથે જુદી રહેવા માંડી, એપ્રિલ 2013માં એણે પતિ અને તેના કુટુંબ વિરુદ્ધ ઘરગથ્થુ હિંસાચાર પ્રતિબંધક કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરી. એક વર્ષ પછી એણે વૈવાહિક હક મેળવવા માટે અરજી દાખલ કરી. ઉપરાંત એણે પતિ તરફથી ક્રુર વ્યવહાર કરવામાં આવે છે એવો આરોપ કરીને ફરિયાદ દાખલ કરી.

ઘરેલુ હિંસાચાર પ્રતિબંધક કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ હતી ત્યારે પત્નીએ ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 125 અંતર્ગત ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે અરજી કરી. એની અરજી કોર્ટે માન્ય રાખી અને અરજદાર પત્નીને દર મહિને 5 હજાર અને પુત્રીની દેખભાળ માટે 7 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો.

અન્ય સમાચારો પણ છે...