લોકાર્પણની પ્રતિક્ષા:ઓટના સમયે પણ જંજીરો કિલ્લો જોવા જઈ શકાશે, ખોરા બંદર ખાતે જેટ્ટી બાંધવા 1.27 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાયગડ જિલ્લામાં આવતા પર્યટકો જંજીરો કિલ્લો જોવા ખાસ જાય છે. પણ ઓટના કારણે અનેક વખત એ શક્ય થતું નથી. જોકે હવે ભરતી હોય કે ઓટ, કોઈ પણ સમયે જંજીરા કિલ્લા પર પર્યટકો જઈ શકશે. રાજ્ય સરકારે અહીં જેટ્ટી બાંધવા 11 કરોડ 27 લાખ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. મેરીટાઈમ બોર્ડ ટૂંક સમયમાં ખોરા બંદર ખાતે જેટ્ટી બાંધશે. તેથી પર્યટકોને થતી અગવડ નહીં થાય.

કોકણના નાગરિકો પહેલાંના સમયમાં મુંબઈ જવા માટે સમુદ્રમાર્ગનો ઉપયોગ કરતા હતા. રત્નાગિરીથી નીકળતા મોટા જહાજ ખોરા બંદરમાં લાંગરતા. ત્યાંથી અનેક વેપારીઓ મુંબઈ માટે રવાના થતા. 1961માં એસટી સેવા શરૂ થયા પછી આ બંદરથી જળ પરિવહન સેવા બંધ થઈ.

એ પછી ખોરા બંદરનો ઉપયોગ માછીમારી કરવા થવા માંડ્યો. થોડા વર્ષ પછી જંજીરા કિલ્લા પર જતા પર્યટકો માટે ત્યાંથી જળ પરિવહન સેવા શરૂ થઈ. પણ ઓટના સમયે આ બોટ કિનારે પહોંચી શકતી ન હોવાથી પર્યટકોએ અધવચ્ચે ઉતરીને પગપાળા કિનારા સુધી આવવું પડતું હતું. એમાં વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકોની સખત હેરાનગતિ થતી હતી.

આ સમસ્યા ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે નવી જેટ્ટી બાંધવા 11 કરોડ 27 લાખ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. સીઆરઝેડની પરવાનગી મળતા જ આ જેટ્ટીનું કામ શરૂ કરવામાં આવશે એવી માહિતી મેરીટાઈમ બોર્ડના અધિકારીએ આપી હતી.ખોરા બંદર પર પાર્કિંગ ટૂંક સમયમાં શરૂ થશે. એ સાથે પર્યટકો માટે શેડ અને રસ્તાનું ડામરીકરણ કરવામાં આવશે. આ સંદર્ભનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે એમ મેરીટાઈમ બોર્ડના અધિકારી સુધીર દેવરેએ જણાવ્યું હતું.

પાર્કિંગ લોટના લોકાર્પણની પ્રતિક્ષા
જંજીરા કિલ્લો જોવા આવતા પર્યટકોની કાર વ્યસ્થિત પાર્ક કરી શકાય એ માટે બે વર્ષ પહેલાં એક કરોડ રૂપિયાના ખર્ચે 300 વાહનની ક્ષમતાવાળું પાર્કિંગ લોટ ઊભું કરવામાં આવ્યું છે. એનું કામ પૂરું થવા છતાં હજી પણ આ પાર્કિંગ લોટનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. તેથી વાહનચાલકોની ઘણી હેરાનગતિ થાય છે. અનેક વખત કાર આડીઅવળી પાર્ક કરવામાં આવે છે. તેથી ટ્રાફિક જામ થાય છે. આ પાર્કિંગ લોટ વહેલાસર ખુલ્લું કરવું એવી માગણી પર્યટકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...