કાર્યવાહી:જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદીને જમ્મુ- કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગપુરમાં આવેલા RSS મુખ્યાલયની રેકી કરવા બદલ ધરપકડ કરાઈ હતી

ગયા વર્ષે નાગપુર સ્થિત ડો. હેડગેવાર સ્મૃતિ ભવનની રેકી કરવા માટે ધરપકડ કરવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ત્રાસવાદીની બે અઠવાડિયા સુધી પૂછપરછ કર્યા બાદ મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ દ્વારા જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપવામાં આવ્યો હતો એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ઉતરીય યુનિયન ટેરીટરીના ફુલવામા જિલ્લાના અવંતીપોરા શહેરમાં રહેતો રઈસ અહમદ શેખ અસદુલ્લા શેખે (26) જૈશ-એ-મોહમ્મદનો રાજ્યમાં મહત્વની ઈમારતોને લક્ષ્ય બનાવીને ત્રાસવાદ ફેલાવવાની યોજના બાબતે ઘણી મહત્વની માહિતી આપી હતી.

રઈસ પાકિસ્તાનના ટેકાવાળા જૂથની વિધ્વસંક પ્રવૃત્તિઓમાં ભાગ લેનારો ત્રાસવાદી છે અને જાહેરમાં સામાન્ય નાગરિકનું જીવન જીવતો હતો. નાગપુર સ્થિત આરએસએસના મેમોરિયલની રેકી કરવી એ એનું રાજ્યની બહાર કરવામાં આવેલ પ્રથમ ઓપરેશન હતું. ગયા વર્ષે 13 જુલાઈના રઈસ દિલ્હી-મુંબઈ-નાગપુર ફ્લાઈટ દ્વારા આવ્યો હતો અને નાગપુરના સીતાબુરડી પરિસરની હોટેલમાં રોકાયો હતો. એનો સાગરીત મળવાનો હતો પણ એ ન મળ્યો હોવાથી એણે પોતે જ રેકી કરી હતી. 14 જુલાઈના રઈસ રિક્ષામાં બેસીને ગુગલ મેપની મદદથી રેશમબાગ પહોંચ્યો હતો અને સ્મૃતિ ભવનની રેકી કરી હતી.

એ સમયે એણે પોતે કોઈની સાથે ફોન પર વાત કરતો હોય એવો ડોળ કર્યો હતો. આરએસએસની ઈમારતનો વીડિયો નબળી ક્વોલિટીનો હોવાથી એને એના આકા તરફથી ઠપકો મળ્યો હતો. પોલીસના ડરથી એ ફરીથી વીડિયો કાઢી શક્યો નહોતો. પછી એ સંતરા બજારમાં ગયો, સાંજે હોટેલમાં પાછો ફર્યો અને 15 જુલાઈના શ્રીનગર જવા રવાના થયો હતો એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. રેકીના પ્રકરણ માટે ગેરકાયદે પ્રવૃત્તિ પ્રતિબંધક કાયદા હેઠળ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પછી આ કેસને માર્ચ 2022માં મહારાષ્ટ્ર એટીએસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...