ધરપકડ:પેન કાર્ડ રદ કરવા લાંચ લેનારો IT અધિકારી રંગેહાથ ઝડપાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિશેષ કોર્ટે 2 દિવસની CBI કસ્ટડી આપી

મુંબઈના રહેવાસી પાસે પેન કાર્ડ રદ કરવા માટે રૂ. 10,000ની લાંચની માગણી કરવા સંબંધે સીબીઆઈ દ્વારા આવકવેરા વિભાગના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, જેને મુંબઈની વિશેષ કોર્ટે બે દિવસની સીબીઆઈ કસ્ટડી આપી છે.

આરોપી ઉમેશ કુમાર વિરુદ્ધ ફરિયાદ પછી બુધવારે સીબીઆઈ દ્વારા છટકું ગોઠવીને લાંચ લેતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈ દ્વારા કુમારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કેટલાક દસ્તાવેજો તેમ જ સ્થાવર અને જંગમ મિલકતો સંબંધી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે કુમારને વિશેષ કોર્ટ સમક્ષ હાજર કરાયા ત્યારે વિશેષ સરકારી વકીલ સંદીપ સિંહે કોર્ટને જણાવ્યું કે આરોપીના દસ્તાવેજોની ઊંડાણથી તપાસ કરવી છે. આથી આરોપીને પાંચ દિવસની કસ્ટડી આપવામાં આવે. જોકે કોર્ટે બે દિવસની કસ્ટડી પૂરતી છે એમ જણાવ્યું હતું.

સીબીઆઈ અનુસાર ફરિયાદી 20 ડિસેમ્બરે એક મોબાઈલની દુકાનમાં લોન પર મોબાઈલ ફોન ખરીદી કરવા માટે ગયો હતો. જોકે તેના બેન્ક ખાતા સાથે તેનો દસ આંકડાને પેન નંબર મેચ થયો નહોતો. આથી તેને લોન મળી શકી નહીં. આ પછી તેણે અન્ય પેન કોર્ડની કોપી આપી હતી, બંને કાર્ડ પર નામ અને જન્મતારીખ સમાન જણાયાં હતાં, પરંતુ આલ્ફાન્યુમેરિક નંબર અલગ હતા.

આથી ફરિયાદી બીકેસીમાં આવકવેરા વિભાગના કાર્યાલયમાં એક પેન કાર્ડ રદ કરાવવા માટે ગયો હતો. અહીં તેની મુલાકાત કુમાર સાથે થઈ હતી, જેણે બે પેન કાર્ડ ધરાવવા તે ફોજદારી ગુનો છે અને કહ્યું અને રૂ. 10,000નો દંડ થશે એવું જણાવ્યું હતું. આ ગુના માટે જેલમાં પણ જવું પડી શકે છે અને ભવિષ્યમાં કોર્ટનાં ચક્કર કાપવા પડશે એમ પણ જણાવ્યું હતું.

જો આ બધું ટાળવું હોય અને એક પેન કાર્ડ રદ કરાવવું હોય તો રૂ. 10,000ની લાંચ આપો એવી માગણી કુમારે કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાની તૈયારી બતાવી પરંતુ બીજી બાજુ સીબીઆઈની એન્ટી કરપ્શન બ્યુરો પાંખને જાણ કરી હતી, જેણે છટકું ગોઠવીને આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...