અકસ્માતવાળા ઠેકાણા:રાજ્યમાં નેશનલ હાઈવે પર અનેક ઠેકાણે પ્રવાસ કરવો જોખમકારક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1004માંથી અકસ્માત થાય એવા 610 ઠેકાણા અસ્તિત્વમાં

રાજ્યમાં જોખમકારક વળાંકવાળા રસ્તા, ખાડા, સંરક્ષક ભીંત કે કઠેડા વગરના ઠેકાણા રસ્તાના અકસ્માત માટે કારણભૂત છે. નેશનલ હાઈવે પર અકસ્માતવાળા ઠેકાણા (બ્લેક સ્પોટ)નું પ્રમાણ સૌથી વધારે છે. રાજ્યમાં કુલ 1 હજાર 4 બ્લેકસ્પોટ છે જેમાંથી 610 નેશનલ હાઈવે પર છે. તેથી આ હાઈવે પર પ્રવાસ કરવો જોખમકારક બન્યું છે.

રાજ્યના રસ્તાઓ પર કેટલાક ઠેકાણે વારંવાર અકસ્માત થતા હોવાથી આ ઠેકાણા બ્લેકસ્પોટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. સંબંધિત વિભાગે તરત ઉપાયયોજના કરીને બ્લેકસ્પોટ દૂર કરવાનો નિર્દેશ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાજેતરમાં જિલ્લાધિકારી અને જિલ્લા પોલીસ અધીક્ષકની બેઠકમાં આપ્યો હતો. તેમ જ જે વિભાગના અખત્યાર હેઠળ આવા રસ્તા, હાઈવે છે તેમને નક્કર ઉપાયયોજના કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં કુલ 1 હજાર 4 બ્લેકસ્પોટ છે જેમાંથી નેશનલ હાઈવે પર સૌથી વધારે 610 ઠેકાણા છે. નેશનલ હાઈવે પર અહમદનગર જિલ્લામાં 45, નાંદેડ જિલ્લામાં 40 અને નાગપુર, સોલાપુર ગ્રામીણ ભાગમાં દરેકમાં 37 બ્લેકસ્પોટ છે. સ્ટેટ હાઈવે પર કુલ 202 બ્લેકસ્પોટ છે જેમાંથી ઔરંગાબાદ ક્ષેત્રમાં 35 છે. એ પછીના ક્રમે ઔરંગાબાદ ગ્રામીણ અને અમરાવતી ગ્રામીણ ભાગ છે.

એક્સપ્રેસ વેમાં નવી મુંબઈ અને રાયગડમાં દરેકમાં 5 અને મુખ્ય જિલ્લા રસ્તાઓમાં ફક્ત વર્ધા જિલ્લામાં 4 બ્લેકસ્પોટ હોવાની માહિતી હાઈવે પોલીસે આપી હતી. બીજા નાના રસ્તાઓ પર બ્લેકસ્પોટ ક્ષેત્રમાં મુંબઈમાં 48, નવી મુંબઈમાં 32, નાગપુર શહેરમાં 23, પુણે શહેરમાં 14 હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અકસ્માતના મુખ્ય કારણો
શરાબ સેવન કરીને અથવા બેદરકારીથી વાહન હંકારવા, પુરપાટ ઝડપથી ઓવરટેક કરવો જેવા મુખ્ય કારણ અકસ્માત પાછળ છે. છતાં ખરાબ રસ્તા, જોખમકારક વળાંક, સંરક્ષક ભીંત કે કઠેડા ન હોવા, સ્પીડબ્રેકર ન હોવાથી પણ અકસ્માત થાય છે. 500 મીટર ક્ષેત્રમાં સતત ત્રણ વર્ષમાં કુલ 5 જીવલેણ અસ્કમાત કે ગંભીર અકસ્માત અથવા એક કે એના કરતા વધારે અકસ્માત થયા હોય તો આવા બ્લેકસ્પોટની માહિતી ભેગી કરવામાં આવે છે. બ્લેકસ્પોટ સ્ટેટ હાઈવે, સાર્વજનિક બાંધકામ વિભાગ, નેશનલ હાઈવે સાથે જ સ્થાનિક મહાપાલિકાના અખત્યાર હેઠળ આવે છે.

અન્ય સમાચારો પણ છે...