નિર્ણયને પડકાર:રાજ્યપાલ દ્વારા નામાંકિત કરાતા વિધાનસભ્યોનો મુદ્દો હાઈકોર્ટમાં

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઘાડી સરકારની યાદી રદ કરવાના નિર્ણયને પડકાર

વિધાન પરિષદની 12 નામનિર્દેશિત વિધાનસભ્યોની નિયુક્તી માટે મહાવિકાસ આઘાડી સરકારે આપેલા નામની યાદી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ભલામણ બાદ રદ કરવાના લીધેલા નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તેમ જ યાદી રદ કરવાનો આ નિર્ણય અને પહેલાંની સરકારે આપેલા 12 નામની ભલામણ માટે પૂરતા સમયમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યા પછી પણ એની અમલબજાવણી ન કરનારા રાજ્યપાલ વિરુદ્ધ અવમાન કાર્યવાહી કરવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી છે.

શિવસેનામાં ભંગાણ પછી ભાજપના સમર્થનથી સત્તામાં આવેલા એકનાથ શિંદે સરકાર બંધારણના માળખામાં છે કે નહીં એ બાબતનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં વિલંબિત છે. તેથી શિંદે સરકારની વૈદ્યતા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં શિંદે સરકારે કરેલી ભલામણ રાજ્યપાલે માન્ય કરીને પહેલાંની સરકારે મોકલેલા 12 નામનિર્દેશિત વિધાનસભ્યોના નામની ભલામણ કરતી યાદી રાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવે એ ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે.

દીપક જગદેવે વકીલ નીતીન સાતપુતે મારફત આ અરજી કરીને યાદી રદ કરવાના નિર્ણયને પડકાર્યો છે. મહાવિકાસ આઘાડી સરકારે ભલામણ કરેલા 12 નામનિર્દેશિત વિધાનસભ્યોના નામ બાબતે રાજ્યપાલ નિર્ણય લેતા ન હોવાથી હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એ સમયે રાજ્યપાલને હાઈ કોર્ટે આદેશ આપી ન શકે અને તેમણે એ બાબતે ક્યારે નિર્ણય લેવો એ બંધારણમાં નોંધેલું છે છતાં રાજ્યપાલ અમર્યાદિત સમય માટે નિર્ણય વિલંબિત રાખી શકે નહીં એમ કોર્ટે નોંધ્યું હતું.

તેમ જ રાજ્યપાલ પૂરતા સમયમાં આ નિર્ણય લેશે એવી અપેક્ષા કોર્ટે મુખ્ય જજની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે વ્યક્ત કરી હતી. એ પછી પણ રાજ્યપાલે આ નામ બાબતે નિર્ણય ન લઈને કોર્ટનું અવમાન કર્યાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. તેમ જ તેમના વિરુદ્ધ અવમાનની કાર્યવાહીની માગણી કરી છે.

યાદીમાં કયા 12 નામ હતા? : મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન, રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવતા ધારાસભ્યો માટે શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ તરફથી ચાર-ચાર મળીને કુલ 12 નામ મોકલવામાં આવ્યા હતા. રાષ્ટ્રવાદી તરફથી એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભીંગે અને આનંદ શિંદે જ્યારે કોંગ્રેસ તરફથી રજની પાટીલ, સચિન સાવંત, મુઝફ્ફર હુસૈન અને અનિરુદ્ધ વણકરનું નામ આપવામાં આવ્યું હતું. શિવસેના તરફથી ઉર્મિલા માતોંડકર, ચંદ્રકાંત રઘુવંશી, વિજય કરંજકર અને નીતિન બાંગુડે પાટીલના નામ મોકલવામાં આવ્યા હતા. તેમાંથી એકનાથ ખડસેએ વિધાન પરિષદમાં પ્રવેશ કર્યો છે જ્યારે કોંગ્રેસના રજની પાટીલને રાજ્યસભાની બેઠક મળી છે.

અરજીની માગણીઓ
અરજીમાં શિંદે સરકારના મંત્રીમંડળે પહેલાંના નામ રદ કરવાનો લીધેલો નિર્ણય ગેરકાયદે જાહેર કરો. તેમ જ રાજ્યપાલે પોતાના પદની પ્રતિષ્ઠા ઓછી કરીને રાજકારણ કરવું યોગ્ય નથી એમ નોંધીને રાજ્યપાલના કામ બાબતે તેમ જ કારભાર બાબતે માર્ગદર્શક સૂચના આપવાની માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...