મૂર્તિઓનું વિસર્જન:પુણેમાં મોટા ગણપતિ પહેલાં નાની મૂર્તિનું વિસર્જન નામંજૂર

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ મોટા ગણપતિને લીધે હજારો મૂર્તિઓનું વિસર્જન અટકી પડે છે

પુણેમાં પાંચ માનના મોટા ગણપતિનું સરઘસ પૂરું થયા પછી અને વિસર્જન પૂરું થયા પછી નાના ગણપતિઓનું વિસર્જન કરવાની દેવાની પ્રથાને પડકારતી અરજી મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે નકારી કાઢી હતી. અરજદારોને દિલાસો આપવાનો કોર્ટે ઈનકાર કર્યો હતો અને તે સાથે વિસર્જન નજીક છે ત્યારે જ આ પ્રકારની અરજી કરવાનું યોગ્ય નથી એવી નોંધ પણ કોર્ટે કરી હતી.

પુણેમાં ગણપતિ વિસર્જનનો સમારંભ શુક્રવારે યોજાશે. આવા સમયે માનના ગણપતિ મનાતા મોટા ગણપતિઓની વિસર્જન યાત્રા પરથી થયેલા વિવાદ પરની અરજી હાઈ કોર્ટે નકારી કાઢી છે. મુંબઈ હાઈ કોર્ટમાં મંગળવારે આ પ્રકરણની સુનાવણી પાર પડી. પુણેમાં માનના મનાતા પાંચ ગણપતિની વિસર્જન યાત્રા થયા પછી અન્ય મંડળોને વિસર્જન સરઘસ કાઢવાની પરવાનગી આપવાની પરંપરાને આ વખતે બઢાઈ સમાજ ટ્રસ્ટના અધ્યક્ષ શૈલેષ બઢાઈ દ્વારા હાઈ કોર્ટમાં પડકારાઈ હતી.

આ શરતો અને પરંપરા બંધારણની કલમ-19 અનુસાર સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે, એવો દાવો કરીને બડાઈ દ્વારા કોર્ટમાં અરજી કરી હતી. માનના ગણપતિ પૂર્વે નાનાં મંડળોને વિસર્જન યાત્રા કાઢવાની પરવાનગી આપવી એવી વિનંતી કરાઈ હતી. હાઈ કોર્ટમાં આ સંબંધે મંગળવારે સુનાવણી પાર પડી, જેમાં કોર્ટે અરજી નકારી કાઢી છે.પુણેમાં ગણેશ વિસર્જન સરઘસ રાજ્યભરના, દેશભરના અને વિશ્વભરના ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે.

પુણેમાં હજારો મંડળો સુંદર વિસર્જન રથ તૈયાર કરીને ગણપતિ બાપ્પાને તેમાં બિરાજમાન કરીને સરઘસ કાઢે છે. જોકે સવારે 10.00 વાગ્યે શરૂ થતી આ યાત્રામાંના પાંચ ગણપતિનું વિસર્જન થતાં થતાં દિવસ પૂરો થઈ જતો હોય છે. આને કારણે અન્ય હજારો નાના ગણપતિનાં મંડળોએ રઝળ્યા કરવું પડે છે. પોલીસ અને પ્રશાસન પાસે અનેક વાર આ અંગે દાદ માગવામાં આવી હતી, પરંતુ તેની કોઈ દખલ નહીં લેવાતાં આખરે પુણેનાં નાનાં ગણેશ મંડળોએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...