લોકો વચ્ચે ભેદ:યંબકેશ્વર મંદિરમા VIP શુલ્ક નહીં વસૂલવાની જોગવાઈ છે? કોર્ટ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરે વીઆઈપી પ્રવેશ માટે રાખેલા રૂપિયા 200ને પડકારતી અરજી

મુંબઈ હાઈ કોર્ટે સોમવારે જાણવા માગ્યું કે શું એવી કોઈ જોગવાઈ છે કે જે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં પ્રખ્યાત યંબકેશ્વર મંદિરમાં વીઆઈપીના પ્રવેશ માટે વધારાના શુલ્ક વસૂલવાની મંજૂરી આપે છે. જસ્ટિસ એસ વી ગંગાપુરવાલા અને એસજી દીઘેની ડિવિઝન બેન્ચ, સામાજિક કાર્યકર લલિતા શિંદે દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં ટ્રસ્ટ દ્વારા મંદિરમાં વીઆઈપી પ્રવેશ માટે રૂ. 200ની વસૂલાતને પડકારવામાં આવી હતી.અરજદારના વકીલ રામેશ્વર ગીતેએ દલીલ કરી હતી કે વીઆઈપી એન્ટ્રી માટે ચાર્જ ચૂકવવાથી લોકો વચ્ચે ભેદ પડે છે.

મંદિર એક સંરક્ષિત સ્મારક છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) દ્વારા સંચાલિત છે અને તેથી મંદિર ટ્રસ્ટ આવા શુલ્ક વસૂલી શકે નહીં. જોકે બેન્ચે કહ્યું કે મંદિરમાં પ્રવેશ માટે ભેદ નહીં કરવાની માગણી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ અમુક વ્યવસ્થા માટે પૂછે છે તો વધારાનો ચાર્જ લઈ શકાય છે. તેવી વ્યક્તિઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તમે એવી જોગવાઈ બતાવો જે કહે છે કે તેને મંજૂરી નથી,” એમ હાઈ કોર્ટે પૂછ્યું હતું.તમે (અરજીકર્તા) વધુ સારી રીતે સામાજિક કાર્ય કરી શકો છો. અમે તમને થોડો સમય આપીશું. અમે તમારી દલીલોથી સંમત નથી, બેન્ચે આ બાબતને 30 નવેમ્બર પર આગળની સુનાવણી માટે રાખી છે.

અરજદારે દલીલ કરી હતી કે પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ (એએમપીએ) હેઠળ મંદિરને પ્રાચીન સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે તે એક સંરક્ષિત માળખું છે.2011માં સુપ્રીમ કોર્ટે મંદિરના સંચાલન માટે નવ સભ્યોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. નવી ટ્રસ્ટ કમિટીએ વીઆઇપી પ્રવેશ માટે રૂ. 200 ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને ઘણી ફરિયાદો મોકલવામાં આવી હતી જેણે 2015માં તે ગેરકાયદેસર હોવાનું માન્યું હતું અને કલેક્ટરને જરૂરી નિર્દેશો આપવા જણાવ્યું હતું. જોકે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એમ અરજીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...