ફરિયાદ:કાર્યકર્તાઓનો એન્ટ્રી પાસ મુદ્દે શિંદે જૂથના વિધાનસભ્ય દ્વારા ગાળાગાળી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતોષ બાંગર - Divya Bhaskar
સંતોષ બાંગર
  • ​​મંત્રાલયના પોલીસ કર્મચારીની વરિષ્ઠો પાસે ફરિયાદ

એક યા બીજા કારણસર વિવાદમાં રહેતા શિંદે જૂથના વિધાનસભ્ય સંતોષ બાંગરે હવે મંત્રાલયના પોલીસ કર્મચારીને ગાળાગાળી કરી હોવાનો આરોપ થઈ રહ્યો છે. આ પ્રકરણે પોલીસે વરિષ્ઠો પાસે ફરિયાદ નોંધાવી છે. જોકે બાંગરે આરોપ નકારી કાઢ્યા છે. મંત્રાલયના સીસીટીવી ફૂટેજ તપાસો, બધું સત્ય બહાર આવશે, એમ પણ બાંગરે જણાવ્યું છે.શિંદે જૂથના હિંગોલીના વિધાનસભ્ય બાંગરે ગાળાગાળી કરી હોવાની લેખિત ફરિયાદ મંત્રાલયના પોલીસ કર્મચારીઓ વરિષ્ઠો પાસે કરી છે. આ ઘટના 27 ઓક્ટોબરની છે. તે દિવસે બાંગર પોતાના કાર્યકર્તાઓ સાથે મંત્રાલયના ગેટ પર આવ્યા. તે સમયે પોલીસે બાંગર સાથે આવેલા 15 કાર્યકર્તાઓના પાસની માગણી કરી હતી.

આથી બાંગરે પોલીસ સાથે જીભાજોડી કરી હતી.એન્ટ્રી પાસ માગતાં જ બાંગર ભડકી ઊઠ્યા હતા. મને ઓળખતાનથી એવું પૂછ્યું હતું. ઉપરાંત તે સમયે હાજર પોલીસ કર્મચારીઓને ગાળાગાળી કરી હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે.બાંગરે આ આરોપ નકારી કાઢ્યા છે. મેં પોલીસ બાંધવો સાથે કોઈ જીભાજોડી કરી નહોતી. પોલીસ કર્મચારીઓ મને ઓળખ્યો નહોતો.

જોકે પછી ઓળખ્યો. તે પોલીસે ગભરાઈને વરિષ્ઠો પાસે લેખિત ફરિયાદ કરી હોઈ શકે છે. હું કોઈ પણ વાદવિવાદમાં ઊતર્યો નહોતો. ત્યાં સીસીટીવી છે. તપાસી લો. દૂધ કા દૂધ, પાની કા પાની થઈ જશે, એમ બાંગરે જણાવ્યું છે. નોંધનીય છે કે અગાઉ બાંગરે હિંગોલી જિલ્લાના અધિકારીઓને ગાળાગાળી કરી હોવાનો વિડિયો વાઈરલ થયો હતો. ઠાકરે જૂથની મહિલા કાર્યકર્તાઓને ફોન કરીને ગાળાગાળી કરી હોવાનો કિસ્સો પણ બહાર આવ્યો હતો.

બાંગરના અનધિકૃત ધંધા
બાંગર કાયમ વિવાદમાં રહે છે. તેઓ અનધિકૃત ધંધામાંથી પૈસા કમાય છે. તેમના અનધિકૃત ધંધાના હું પર્દાફાશ કરીશ, એમ ઠાકરે જૂથના નેતા ચંદ્રકાંત ખૈરેએ જણાવ્યું હતું. બાંગરના અનધિકૃત ધંધાની પોલીસને પણ જાણ છે. આવા વિધાનસભ્યોને ફડણવીસ અને સંઘ પરિવાર કઈ રીતે સહન કરે છે. તેમને આ બધાની જાણ થશે અને આ બધા ખતમ થશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...