મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા વધુ મજબૂત થશે. નવા વર્ષમાં એરપોર્ટમાં બોડી સ્કેનર સિસ્ટમ શરૂ થશે. બોડી સ્કેનરના લીધે નશીલા પદાર્થ અને સોનાની દાણચોરીના પ્રયાસ પર નિયંત્રણ આવશે. બોડી સ્કેનર શરૂ કરનાર મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ દેશનું પ્રથમ એરપોર્ટ બનશે. બોડી સ્કેનર પ્રમાણે ઝોવિસ સિસ્ટમ લગાડવાથી સેન્સર દ્વારા પ્રવાસીની માહિતી સહેલાઈથી મળશે. 2030 સુધી ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વની ત્રીજી મોટી એવિયેશન માર્કેટ બનશે. દેશના એરપોર્ટની સુરક્ષા કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળને સોંપવામાં આવી છે. દિલ્હી પછી મુંબઈના ઈંટરનેશનલ એરપોર્ટ બીજું મોટું એરપોર્ટ છે.
જાન્યુઆરીથી નવેમ્બર 2022 સુધી મુંબઈ એરપોર્ટ પરથી લગભગ 19 લાખ પ્રવાસીઓએ પ્રવાસ કર્યાની નોંધ છે. પ્રવાસીઓની સુરક્ષાને મહત્વ આપતા નવા વર્ષમાં વિવિધ ઉપક્રમ શરૂ કરવામાં આવશે. નવા વર્ષમાં એરપોર્ટમાં બોડી સ્કેનર સિસ્ટમ લગાડવામાં આવશે. એના લીધે પ્રવાસીએ શરીરમાં ક્યાંય પણ કોઈ વસ્તુ છુપાવી છે કે નહીં એની માહિતી મળશે. અત્યારે સીઆઈએસએફના જવાન હાથથી તપાસ કરે છે. પણ બોડી સ્કેનરથી સોનુ, રૂપિયા અને ડ્રગ્ઝની દાણચોરી પર અંકુશ આવશે. મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં કેટલાક મહિનાઓથી ચાલી રહેલી બોડી સ્કેનરની ટેસ્ટ તાજેતરમાં પૂરી થઈ છે.
આ ટેસ્ટનો અહેવાલ સિવિલ એવિયેશન સિક્યોરિટી બ્યુરોને મોકલવામાં આવ્યો છે. આ બ્યુરો માન્યતા આપશે એ પછી બોડી સ્કેનર શરૂ કરવામાં આવશે. એનો ફાયદો સીઆઈએસએફના જવાનોને થશે એમ ઉપમહાનિરીક્ષક શ્રીકાંત કિશોરે જણાવ્યું હતું. સિવિલ એવિયેશન દિવસે દિવસે વધી રહ્યું છ. પ્રવાસીઓ સુરક્ષાના અગ્રતા આપીને સુરક્ષા બાબતે નવી ઉપાયયોજનાઓ કરવામાં આવી રહી છે. એનો ફાયદો સીઆઈએસએફના જવાનોને થશે. મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ઓથોરિટી, વિમાન કંપનીઓ અને સીઆઈએસએફ ભેગા મળીને કામ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.
ઝોવિસ સિસ્ટમ પણ શરૂ થશે
મુંબઈ ઈંટરનેશનલ એરપોર્ટમાં બોડી સ્કેનર પ્રમાણે ઝોવિસ સિસ્ટમ પણ શરૂ થશે. આ સિસ્ટમ અંતર્ગત એરપોર્ટના રૂફટોપ પર સેન્સર લગાડવામાં આવશે. કયા ગેટ પર કેટલા પ્રવાસીઓ છે એની માહિતી સીઆઈએસએફને તરત મળશે. એ જ પ્રમાણે અદ્યતન મશીન સીટીઆઈએએક્સ લગાડવામાં આવ્યું છે. આ મશીનમાં પ્રવાસીએ કઈ કઈ વસ્તુઓ ક્યાં મૂકી છે, બેગમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં એવી માહિતી સહેલાઈથી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.