સીપીએચ આઈ કોન્ફરન્સ ઇન્ડિયા, ભારતમાં ઇન્ફોર્મા માર્કેટ્સનું વિભાગ, પ્રેક્ષકો માટે સૌથી પ્રભાવશાળી શો પાછો લાવી રહ્યું છે. વેસ્ટ ફાર્મા 9 થી 10 જૂન દરમિયાન સહારા સ્ટાર, મુંબઈ ખાતે 11મી વાર્ષિક ઈનોપેક ફાર્મા કોન્ફેક્સનું આયોજન કરવા જઈ રહી છે. આ શો એ પ્રદર્શનો અને નાના-વૈજ્ઞાનિક પરિષદોનું અનોખું સંયોજન હશે જે ફાર્મા પેકેજિંગ સેક્ટરમાં નવીનતાઓ, સેક્ટરમાં નવા વલણો અને પેકેજિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી રહેલી અત્યાધુનિક ટેક્નિકો પર પ્રકાશ પાડશે.
ભારતમાં ઈન્ફોર્મા માર્કેટ્સના મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, “અમને જાહેર કરવામાં ખૂબ આનંદ થાય છે કે, ઇનોપેક ફાર્મા કોન્ફેક્સ ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફરીથી પાછું આવ્યું છે, સરકારના પ્રોત્સાહનો અને રિબેટ કાર્યક્રમોને કારણે 2030 સુધીમાં ઉદ્યોગ 3 અબજ ડોલરના આંક સુધી પહોંચવાની અપેક્ષા છે. કોન્ફેક્સ ઉદ્યોગના હિતધારકોને એક પ્લેટફોર્મ પૂરું પાડશે જ્યાં તેઓને પેકેજિંગ અને પ્રોસેસિંગની વિશાળ શ્રેણી જોવા મળશે. તે જ સમયે, તેઓ ઉદ્યોગની સમસ્યાઓને સમજી શકશે અને વિક્રેતાઓ સાથે વાતચીત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.”
ઈનોપેક ફાર્મા કોન્ફેક્સ એ પ્રદર્શકો માટે ફાર્માસ્યુટિકલ પેકેજિંગ, લેબલિંગ, ડ્રગ ડિલિવરી અને ડિવાઈસ ડિઝાઈન અને એન્જિનિયરિંગમાં નવીનતમ વિકાસ પ્રદર્શિત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. આનાથી કંપનીઓને અદ્યતન ઉત્પાદનો વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત થશે જે બજારની અપેક્ષાઓ પૂરી કરી શકે. દવાઓ અને ઉપકરણોના પેકેજિંગની સમગ્ર મૂલ્ય શૃંખલા પર વિશેષ સત્રો આયોજિત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.