ભાસ્કર વિશેષ:પ્રકલ્પગ્રસ્તોની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ અનુસાર પ્રકલ્પગ્રસ્તોના ઓળખ ક્રમાંક તૈયાર કરવામાં આવશે

રસ્તા, નાળા પહોળા કરવા, ફ્લાયઓવર જેવી વિવિધ પાયાભૂત સુવિધા પ્રકલ્પમાં સંબંધિત ભાગના ઘર અને દુકાન આડે આવે છે જેને હટાવવામાં આવે છે. પ્રકલ્પગ્રસ્તોને કાયદાકીય રીતે વૈકલ્પિક ઘર કે આર્થિક વળતર આપવું ફરજિયાત છે. મહાપાલિકાના વોર્ડ સ્તરે પ્રકલ્પગ્રસ્તોની માહિતી હોય છે પણ માલમતા વિભાગ પાસે સેન્ટ્રલાઈઝ્ડ ડેટા ઉપલબ્ધ નથી. હવેથી પ્રકલ્પગ્રસ્તોનો ઓનલાઈન એનેક્સ-2 તૈયાર કરવામાં આવશે. મુંબઈના તમામ પ્રકલ્પગ્રસ્તોની યાદી એના કારણે એક જ ઠેકાણે ઉપલબ્ધ થશે.

રસ્તા, નાળા પહોળા કરવા તેમ જ મંજૂર વિકાસ રૂપરેખા, મંજૂર નગરરચના રૂપરેખાની અમલબજાવણી મહાપાલિકા તરફથી કરવામાં આવે છે. આ કામ દરમિયાન દર વર્ષે હજારો ઘર અને દુકાન હટાવવામાં આવે છે. તેમને વૈકલ્પિક જગ્યા આપવા મહાપાલિકા એસઆરએ, એમએમઆરડીએ પાસેથી ઘર લે છે.

સંબંધિત વોર્ડના સહાયક આયુક્ત મારફત ઓનલાઈન સિસ્ટમ દ્વારા જગ્યાનું વિતરણ કરવામાં આવે છે. જો કે અનેક વખત વૈકલ્પિક ઘર ઉપલબ્ધ થતા હોવાથી પ્રકલ્પ રખડી પડે છે. પરિણામે પ્રકલ્પના મૂળ ખર્ચમાં વધારો થાય છે. એના પર ઉકેલ તરીકે બિલ્ડરને પ્રોત્સાહન સ્વરૂપે એફએસઆઈ આપીને ઘર મેળવવામાં આવે છે. જો કે એમાં બોગસ લાભાર્થીઓની ઘુસણખોરી થવાની શક્યતા હોય છે.

એના માટે ઓનલાઈન મોડ્યુલ દ્વારા ઘરની વહેંચણી અથવા આર્થિક વળતર આપવામાં આવે છે કાં તો પુનર્વસન કરવામાં આવે. આવા મંજૂર પ્રકલ્પગ્રસ્તો બાબતે મહાપાલિકાના માલમતા વિભાગ પાસે સેન્ટ્રલાઈઝ્ડ ડેટા ઉપલબ્ધ નથી. એના માટે ઓનલાઈન એનેક્સર-2 બનાવીને તમામ માહિતી મોડ્યુલમાં ભેગી કરવામાં આવશે.

એસઆરએ, એમએમઆરડીએ, તેમ જ વિશેષ નિયોજન પ્રાધિકરણ તરફથી ઓફ્ફલાઈન એનેક્સર બનાવવામાં નહીં આવે. આ બાબતનો પરિપત્ર મહાપાલિકાએ જાહેર કર્યો છે. આ ભેગી કરેલી માહિતી મહાપાલિકાને વોર્ડના પ્રકલ્પગ્રસ્તો માટેના ઘરની જરૂરિયાત અનુસાર નવા ઘર બાંધવા માટે અને ઘર ઉપલબ્ધ કરવા માટે ઉપયોગી થશે એમ આ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ઓળખ ક્રમાંક તૈયાર થશે : કોઈ પણ પ્રકલ્પ માટે તમામ એનેક્સર-2 તૈયાર કરવાની સૂચના વોર્ડના સહાયક આયુક્તને આપવામાં આવી છે. આધારકાર્ડ અનુસાર સંબંધિત પ્રકલ્પગ્રસ્તોના ઓળખ ક્રમાંક તૈયાર કરવામાં આવશે. નિવાસી ઘર કે વ્યવસાયિક અને લાયસંસ વહેંચણીના પ્રસ્તાવની પ્રક્રિયા કુરાર પેટર્ન અંતર્ગત વિભાગીય ઉપાયુક્તની મંજૂરીથી ઓનલાઈન મોડ્યુલ દ્વારા કરવામાં આવશે.

વ્યવસાયિક પ્રકલ્પગ્રસ્તોને જગ્યાની વહેંચણીના પ્રસ્તાવ પર સહાયક આયુક્ત દ્વારા (બજાર) સંબંધિત ઉપાયુક્તની મંજૂરીથી પ્રક્રિયા કરવામાં આવશે. એસઆરએ અને એમએમઆરડી પાસેથી તાબામાં લીધેલા ઘર સહાયક આયુક્ત દ્વારા (માલમતા વિભાગ) વિતરણ કરવામાં આવશે. એની યાદી મોડ્યુલ પર અપડેટ કરવામાં આવશે.

આર્થિક વળતરનો પ્રસ્તાવ અધિકારીઓ પાસે
નિવાસી કે વ્યવસાયિક પ્રકલ્પગ્રસ્તોને આર્થિક વળતરના પ્રસ્તાવ પર સક્ષમ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 25 લાખ રૂપિયા સુધી ઉપાયુક્ત અને સહઆયુક્ત, 50 લાખ રૂપિયા સુધી સંબંધિત અતિરિક્ત આયુક્ત અને 50 લાખ રૂપિયા કરતા વધુ રકમ માટે સ્થાયી સમિતિ નિર્ણય લેશે એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...