ભાસ્કર વિશેષ:ઉપનગરોને જોડતી મેટ્રો-2બી માટે સ્વતંત્ર વીજ યંત્રણા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 400 મેગાવોટની વીજયંત્રણા જરૂરિયાત અનુસાર દિવસરાત પુરવઠો કરશે

પશ્ચિમના ઉપનગરોને પૂર્વના ઉપનગરો સાથે જોડતા મેટ્રો-2બી રૂટ માટે સ્વતંત્ર વીજ યંત્રણા ઊભી કરવામાં આવશે. 400 મેગાવોટની આ વીજ યંત્રણા જરૂરિયાત અનુસાર મેટ્રોને દિવસરાત વીજ પૂરી પાડવા સજ્જ હશે. આ યંત્રણા પર દેખરેખ માટે સ્વતંત્ર કેન્દ્ર પણ ઊભું કરવામાં આવશે.

પશ્ચિમમાં ડી.એન.નગર અને પૂર્વમાં મંડાલા (માનખુર્દ)ને જોડતી મેટ્રો-2બી બધાને ફાયદાકારક મેટ્રો સેવા બનશે. પશ્ચિમ ઉપનગરીય રેલવેના બે સ્ટેશન, મધ્ય ઉપનગરીય રેલવેનું એક સ્ટેશન, બે મેટ્રો રૂટ, મોનો માર્ગને મેટ્રો-2બી જોડે છે. લગભગ 24 કિલોમીટર લાંબા આ મેટ્રો રૂટ પર 20 સ્ટેશન છે. ઉપરાંત મંડાલા ખાતે મેટ્રોનો મેઈનટેનન્સ ડેપો હશે. આ બધા માટે સ્વતંત્ર વીજ યંત્રણા ઊભી કરવામાં આવશે.

આ મેટ્રોને વીજ પુરવઠા માટે 110 કિલોવેટ ક્ષમતાના બે ઉપકેન્દ્ર ઊભા કરવામાં આવશે. 110 કેવી ક્ષમતાના ઉપકેન્દ્રની ક્ષમતા લગભગ 200 મેગાવોટ હોય છે. એ અનુસાર 400 મેગાવોટ વીજ બે ઉપકેન્દ્રને સમાવી લેશે. આ વીજ 33 કેવી અને 25 કેવી ક્ષમતાના વીજ તાર દ્વારા મેટ્રો માટે વિતરિત કરવામાં આવશે. ઉપરાંત આપત્કાલીન પરિસ્થિતિમાં વૈકલ્પિક વીજ માટે 33 કેવી ક્ષમતાની સ્વતંત્ર વીજ વિતરણ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવશે.

આ વીજ મેટ્રો રેલવે સહિત મંડાલા ખાતેના ડેપોને દિવસરાત પૂરી પાડવામાં આવશે. આ તમામ યંત્રણા પર દેખરેખ રાખવા સ્કેડા સિસ્ટમથી સજ્જ વિશેષ કેન્દ્ર ઊભા કરવાનો પ્રસ્તાવ પણ છે. એના માટે મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડે ટેંડર કાઢ્યા છે.

443 કરોડ રૂપિયાનો પ્રકલ્પ
આ ટેંડર અનુસાર સંબંધિત કોન્ટ્રેક્ટરે આ યંત્રણાની રૂપરેખા તૈયાર કરવી, ઉપકરણોનો પુરવઠો કરવો, સંબંધિત યંત્રણા ઊભી કરીને ટેસ્ટ દ્વારા એ સફળતાપૂર્વક શરૂ કરવી જરૂરી હશે. એના માટે કોન્ટ્રેક્ટર પાસે 36 મહિનાનો સમય હશે. કુલ 443.37 કરોડ રૂપિયાનું આ કામ હશે. 16 ડિસેમ્બર સુધી આ ટેંડર રજૂ કરવામાં આવશે અને 17 ડિસેમ્બરના ખોલવામાં આવશે.

પ્રાથમિક સ્તરે વીજનો નિર્ણય
મેટ્રો-2બીનું કામ અત્યારે મોટા ભાગે પ્રાથમિક સ્તરે છે. રેલવે સ્ટેશન માટે અનેક ઠેકાણે માટીના નમૂનાની તપાસ ચાલુ છે. કેટલાક ઠેકાણે પાયા ખોદવામાં આવ્યા છે. સરેરાશ વિચાર કરીયે તો 30 થી 40 ટકા કામ હજી પૂરું થયું છે. મહત્વના કામ હજી બાકી છે. આવા પ્રાથમિક સ્તરે જ વીજ પુરવઠા માટે કોન્ટ્રેક્ટર નિમવાનો નિર્ણય થયો હોવાથી પ્રકલ્પનું કામ જેમ જેમ થતું રહેશે એમ વીજ પુરવઠો સજ્જ હશે એવું નિયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...