મુંબઈમાં ચોમાસુ શરૂ થવા પહેલાં જ અનેક ભાગમાં મેલેરિયાનો ફેલાવો શરૂ થયો છે. જૂન મહિનાના પહેલા પાંચ દિવસમાં 57 દર્દીઓ મળ્યા છે. અત્યારે થતા વરસાદ પછી શહેરમાં મેલેરિયાનો ફેલાવો વધવાની શક્યતા છે. 2017થી મેલેરિયા નાબૂદી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. એ પછી દર્દીઓની સંખ્યા અને મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થયો. પણ કોરોનાના સમયમાં મેલેરિયા નિયંત્રણ પર દુર્લક્ષ થવાથી આ સમયમાં મેલેરિયાનો ફેલાવો વધ્યો. શહેરમાં 2020માં મેલેરિયાના 5 હજાર 7 દર્દી, 2021માં 5 હજાર 172 દર્દી મળ્યા હતા. 2022માં જાન્યુઆરીથી મે મહિના સુધી મેલેરિયાનો ફેલાવો ચાલુ રહ્યો છે.
આ પાંચ મહિનાના સમયમાં 950 દર્દીઓની નોંધ થઈ છે. મે મહિનામાં મુંબઈમાં મેલેરિયાના 234 દર્દી મળ્યા હતા. જૂનના પહેલા અઠવાડિયામાં મેલેરિયાના ફેલાવામાં થોડા પ્રમાણમાં વધારો થયો અને 57 દર્દીઓનો ઉમેરો થયો છે. પ્રભાદેવી અને ભાયખલામાં સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા થોડા વર્ષમાં આ બંને ઠેકાણે મેલેરિયાનો ફેલાવો વધુ હોવાનું જણાયું છે. મહાપાલિકાએ તાજેતરમાં તૈયાર કરેલા મેલેરિયા નિયંત્રણ કૃતિ રૂપરેખામાં આ બંને ભાગ સહિત શહેરમાં મેલેરિયાના દર્દીઓ વધારો હોય એવા ભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રતિબંધ સહિત દર્દીઓની ટેસ્ટ, ઘેરઘેર સર્વેક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
અમારા ભાગમાં બીડીડી ચાલ, બાંધકામના ઠેકાણા, પાણી ભરાતી જગ્યાઓ, ખુલ્લી જગ્યાઓમાં મેલેરિયાનો ફેલાવો જણાય છે. એ દષ્ટિએ આ તમામ ભાગની તપાસ શરૂ કરી છે એવી માહિતી ભાયખલાના મહાપાલિકા અધિકારીએ આપી હતી. હાલ થયેલા મૂશળધાર વરસાદના લીધે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા.
આ પાણીમાં મેલેરિયાના મચ્છર વધવાનું જોખમ છે. તેથી થોડા દિવસમાં મેલેરિયાનો ફેલાવો વધે એવી શક્યતા છે. તેથી પાણી ભરાયેલા રહીને એમાં મચ્છની ઉત્પતિ ન થાય એનું ધ્યાન નાગરિકોએ રાખવું. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘર નજીકનો પરિસર સ્વચ્છ રાખવો. પતરાના ખાલી ડબ્બા, થર્મોકોલ બોક્સ, નારિયેળની વાટી, ટાયર વગેરે જેવી પાણી ભરાઈ રહે એવી વસ્તુઓનો નાશ કરવો એવી હાકલ મહાપાલિકાએ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.