કાર્યવાહી:અબુ આઝમીના અનેક ઠેકાણાંઓ પર ઈન્કમટેક્સના વ્યાપક દરોડા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમાજવાદી પાર્ટીને નેતા અબુ અસીમ આઝમી સાથે સંબંધિત 20થી 22 ઠેકાણે ઈન્કમટેક્સ વિભાગે સાગમટે દરોડા પાડ્યા હતા. જોકે આ કાર્યવાહી વિશે મને હજુ કોઈ માહિતી નથી એમ આઝમીએ જણાવ્યું હતું.મંગળવારે સવારથી આઝમી વિરુદ્ધ વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. આઝમીની કન્સ્ટ્રકશન કંપની સાથે સંબંધિત ઠેકાણાઓ પર આ દરોડા પાડવાં આવ્યા હતા. મુંબઈ, લખનૌ સહિત ઉત્તર પ્રદેશમાં અનેક ઠેકાણે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડા પડ્યા ત્યારે આઝમી અમરાવતીમાં હતા. ત્યાં મિડિયા સાથે સંવાદ સાધતી વખતે તેમણે આ દરોડા વિશે પોતાની હજુ કોઈ માહિતી નથી એમ જણાવ્યું હતું. આ પછી તેઓ અકોલા જવાના હતા, પરંતુ દરોડા વિશે જાણ થતાં જ તે મુલાકાત રદ કરી હતી.આઝમીએ પોતાને નજરકેદમાં રાખવામાં આવ્યા છે એવી માહિતી પણ નકારી કાઢી હતી. આઝમીના નિકટવર્તી અને પક્ષના મહાસચિવ આભા ગુપ્તા પર દરોડા પડ્યા હોવાની માહિતી પણ જાણવા મળી હતી. આઝમી સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના અધ્યક્ષ છે. ઉપરાંત મુંબઈના માનખુર્દ શિવાજી મતવિસ્તારના વિધાનસભ્ય છે.

અન્ય સમાચારો પણ છે...