સજામાં વધારો:કોરોનાના સમયમાં મળેલી રજાઓનો કેદીઓને ફટકો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકસ્મિક રજા સજામાફી માટે વૈદ્ય ન હોવાથી સજામાં વધારો

કોરોનાના સંક્રમણના સમયમાં કેદીઓને આકસ્મિક રજા આપવાના સુપ્રીમ કોર્ટના આદેશની રાજ્ય સરકારે અમલબજાવણી કરી અને અનેક કેદીઓને વધુમાં વધુ બે વર્ષ સુધીની રજા આપી. જો કે આ તમામ કેદીઓને ફરીથી જેલમાં દાખલ કરતા કોરોનાના સમયની આ રજા સજામાફી માટે વૈદ્ય નથી એમ સ્પષ્ટ કરવામાં આવ્યું હોવાથી કેદીઓએ બે વર્ષની વધારે સજા ભોગવવી પડશે. મહારાષ્ટ્ર જેલ નિયમ અનુસાર કેદીઓને નિયમિત સજા ભોગવતા પેરોલ કે બીજી રજાનો લાભ મળે છે.

આ સમય તેમનો સજાનો સમય ગણવામાં આવે છે. તેથી જ્યારે દેશમાં કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારે સુપ્રીમ કોર્ટે જાતે નોંધ લઈને આ કેદીઓને આકસ્મિક રજા મંજૂર કરવાનો આદેશ તમામ રાજ્યોને આપ્યો. મહારાષ્ટ્રએ પણ આ આદેશની અમલબજાવણી કરીને અધિસૂચના જારી કરી. શરૂઆતના 45 દિવસ અને પછી એમાં દરેક 30 દિવસનો વધારો મંજૂર કર્યો. કોરોનાના સમયમાં આ કેદીઓ મહત્તમ બે વર્ષ રજા ભોગવી શક્યા.

આખરે 8 મે 2022ના અધિસૂચના જારી કરીને આ રજા રદ કરી અને બધા કેદીઓને જેલમાં ફરીથી દાખલ કરવાનો આદેશ આપ્યો. આ કેદીઓની કોરોના ટેસ્ટ કરીને અને મેડિકલ તપાસ બાદ ફરીથી જેલમાં દાખલ કરવામાં આવ્યા.

સવલતથી અમે શા માટે વંચિત?
અમે રજા માગી નહોતી. સુપ્રીમ કોર્ટના આદેશના કારણે જેલ પ્રશાસને અમારો છૂટકારો કર્યો. કોરોનાના સમયમાં સરકારે અનેક સવલત આપી. તો પછી અમને કેદીઓને શા માટે વંચિત રાખવામાં આવી રહ્યા છે એવો સવાલ કેદીઓ કરી રહ્યા છે. કોરોનાના સમયની રજા માન્ય ન કરવાથી અમારે હવે વધુ બે વર્ષ સજા ભોગવવી પડશે એવી કેદીઓની દલીલ છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ રજા આપવામાં આવી હતી. આ રજા મંજૂર કરવા મહારાષ્ટ્ર જેલ નિયમમાં સુધારા કરવામાં આવ્યા. જો કે આ સુધારા પછી રદ કરવામાં આવ્યા. તેથી આ રજા બાબતે સજામાફી આપી શકાય નહીં એમ ગૃહખાતાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...