શ્રાવણ મહિનામાં ફળ અને શાકભાજીની વધેલી માગના લીધે છેલ્લા થોડા દિવસમાં દરમાં મોટો વધારો થયો છે. છૂટક બજારમાં મોંઘવારી આસમાને પહોંચી છે. છૂટક બજારમાં શાકભાજીના દરમાં 40 ટકાનો વધારો થયો છે. ફળના દરમાં 20 ટકાનો વધારો થયો છે. બીજી તરફ ચોમાસામાં ઉપલબ્ધ કેટલીક ભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં ભીંડા, ગુવાર, સિમલા મરચા, તુરિયાના દર 100 રૂપિયે પહોંચ્યા છે. થાણે, પાલઘર અને રાયગડ જિલ્લાના જંગલમાં મળતા કાંટોલાનો દર 400 રૂપિયે કિલો છે.
રાજ્યના જુદા જુદા ભાગમાં છેલ્લા પખવાડિયામાં થયેલા મૂશળધાર વરસાદના કારણે શાકભાજીનું ઘણું નુકસાન થયું. કેટલાક છૂટક વેપારીઓએ સાચવેલી શાકભાજી ખરાબ થઈ. એમાં માગ વધી તો બજારમાં આવકનુ પ્રમાણ ઘટ્યું છે. ઈંધણ દરવધારાના લીધે ખર્ચમાં પહેલાં જ વધારો થયો છે. રાજ્યમાં લગભગ તમામ હાઈવે અને બીજા રસ્તાઓ પર ખાડા પડ્યા હોવાથી ટ્રાફિકજામ વધ્યો છે. તેથી ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થયો છે. આ બધાની સહિયારી અસર શાકભાજીના દર પર જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.