આરોપીની ધરપકડ:નાગપુરમાં પુત્રીમાં ભૂત ભરાયેલું છે એવું માનીને વાલીઓએ જીવ લીધો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગપુરની આ ઘટનામાં માતા- પિતા અને માસીની ધરપકડ

પાંચ વર્ષની પુત્રીના શરીરમાં ભૂત ભરાયું છે એવું ધારીને તે બહાર કાઢવા જાદુટોણા કરીને ઢોરમાર મારીને નિર્દય જીવ લીધો હતો. નાગપુરમાં બનેલી આ ઘટનામાં પોલીસે બાળકીની પિતા સિદ્ધાર્થ ચિમને (45), માતા રંજના (42) અને માસી પ્રિયા બંસોડ (32)ની ધરપકડ કરી છે. શુક્રવાર અને શનિવાર વચ્ચેની રાત્રે આ ઘટના સુભાષનગરમાં બની હતી.

ચિમને યુટ્યુબ પર સ્થાનિક ન્યૂઝ ચેનલ ચલાવે છે. તે પોતાની પત્ની અને 5 તથા 16 વર્ષની બે પુત્રીને લઈને ગયા મહિના ગુરુપૂર્ણિમાના દિવસે ટાકલઘાટ વિસ્તારમાં દરગાહમાં ગયો હતો. તે પછી નાની પુત્રીના વર્તનમાં ફેરફાર થયો છે એવી શંકા તેને જાગી હતી. તેને એવું લાગ્યું કે પુત્રીમાં ભૂત ભરાયું છે આથી ભૂત ભગાવવા માટે જાદુટોણા કરવાનું નક્કી કર્યું હતું. માતા- પિતા અને માસીએ શુક્રવારે રાત્રે અમુક વિધિઓ કરી હતી. તેનો વિડિયો ઉતારી લીધો હતો, જે પણ પોલીસે તેમના મોબાઈલમાંથી પછીથી હસ્તગત કર્યો છે.

ક્લિકમાં આરોપીઓ રડતી દીકરીને અમુક પ્રશ્નો પૂછતા જોવા મળે છે. બાળકી તેમની કોઈ વાત સમજતી નથી અને ઉત્તરો આપી શકતી નથી. વિધિ દરમિયાન ત્રણેય આરોપીઓ બાળકીને તમાચા મારે છે અને નિર્દયતાથી ઢોરમાર મારી રહેલાં દેખાય છે, જે પછી બાળકી બેભાન થઈ અને જમીન પર ઢળી પડી.

સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી પકડાયા
હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડને શંકા જતાં મોબાઈલ ફોન પર તેમની કારની તસવીર પાડી લીધી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ બાળકીને મૃત ઘોષિત કરી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે કારના નંબર પરથી આરોપીઓને ઓળખી કાઢ્યા રાણા પ્રતાપ નગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તુરંત આરોપીની ઘરે પહોંચ્યા અને તેમની ધરપકડ કરી. તેમની સામે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને માનવી ત્યાર અને અન્ય અમાનવીય, શયતાની અને અઘોરી કૃત્યો અને કાળો જાદુ ધારા પ્રતિબંધ અને નાબૂદી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...