વરસાદની અસર:મુંબઈમાં ફક્ત ચાર ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતાં ટ્રાફિકજામ થયો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જોકે હાર્બર સિવાયની બધી લોકલ ટ્રેનો લગભગ સમયસર દોડતી હતી

મુંબઈમાં બુધવારે સાંજે 6.00 સુધીના છેલ્લા 34 કલાકમાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. બુધવારે સાંજે 6 સુધી છેલ્લા 10 કલાકમાં બે ચાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ છતાં હાર્બર સિવાયની બધી લાઈનો પર ટ્રેનવ્યવહાર લગભગ સમયસર ચાલતો હતો. જોકે રસ્તાઓ પર અનેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અને ઠેર ઠેર ખાડાઓ પડી જતાં ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

મુંબઈમાં બુધવારે સાંજે 6.00 સુધી છેલ્લા 10 કલાકમાં દાદર, વડાલા, એફ નોર્થ, મહાપાલિકા મુખ્યાલય, જી સાક્ષ, વિક્રોલી ચેમ્બુર, ભાંડુપ, એમ ઈસ્ટ, એમ વેસ્ટ, બાંદરા, મરોલ, કે ઈસ્ટ, કે વેસ્ટ, કૂપર હોસ્પિટલ હોસ્પિટલમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. આગામી 24 કલાકમાં વચ્ચે વચ્ચે પ્રતિકલાક 45-55 કિમીથી 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે.

ઉપરાંત મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 68 ઠેકાણે ઝાડ અથવા ઝાડની ડાળખીઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે શોર્ટ સરકિટની બે ઘટના નોંધાઈ હતી. પવઈમાં હિરાનંદાની હોસ્પિટલની પાછળ હરિઓમ નગર ખાતે ડુંગરની સુરક્ષા દીવાલનો અમુક હિસ્સો એક ઘર પર પડ્યો હતો. આથી સાત ઘર ખાલી કરાવાયાં હતાં. મહાપાલિકા દ્વારા તેમને નજીકની શાળા અને ગુરુદ્વારામાં આશ્રય અપાયો હતો.

ટ્રાફિકજામ ક્યાં થયો : અંધેરી સબવેમાં પાણી ભરાતાં પોલીસે તે અવરજવર માટે બંધ કરી દીધો હતો. લગભગ દોઢથી બે ફૂટ પાણી ભરાતાં ટ્રાફિકને એસ વી રોડ તરફ વાળવામાં આવ્યો હતો. વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. બોરીવલી, ગોરેગાવ, જોગેશ્વરી, અંધેરી અને બાંદરા આસપાસના વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

એકત્રિત સરેરાશ વરસાદ પાર
મુંબઈમાં એકત્રિત સરેરાશ વરસાદનો આંક પાર થયો છે. કુર્લામાં કામાની જંકશન ખાતે પાણી ભરાયાં હતાં. જોકે ટ્રાફિક સામાન્ય હતો. દેવનારમાં નીલમ જંકશન ખાતે અડધો ફૂટ પાણી ભરાયાં હતાં. માનખુર્દ રેલવે પુલ ખાતે પણ પાણી ભરાતાં ટ્રાફિક ધીમો ચાલતો હતો. બાંદરા- વરલી સીલિંક ગેટ ખાતે એક ફૂટ પાણી ભરાયાં હતાં.

આ વિસ્તારોમાં પાણી ભરાયાં
બીકેસીમાં ઝાડ તૂટી પડતાં ટ્રાફિક જેબી જંકશન તરફથી વાળવામાં આવ્યો હતો. વિક્રોલીમાં પરેશ પાર્ક માર્કેટ, સાંતાક્રુઝ રેલવે સ્ટેશન નજીક બસ ડેપો, દાદર ટીટી, વડાલા શક્કર પંચાયત, ઘાટકોપરમાં ફાતિમા હાઈ સ્કૂલ, સોનાપુર જંકશન, ખાર રેલવે જંકશનમાં પણ પાણી ભરાયાં હતાં. પેડર રોડ પર બસ અટકી જતાં ટ્રાફિક ધીમો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...