ટીબીનો ભરડો મોટાઓ સાથે નાના બાળકોને પણ થઈ રહ્યો છે. મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષમાં એકથી પાંચ વર્ષના વયજૂથના 95 બાળકોના ટીબીના કારણે મૃત્યુ થયા છે. આ બાળકો માટે જુદી હોસ્પિટલ અને એ હોસ્પિટલમાં ટીબી માટેના બાળરોગ વિભાગની તરત ઉપલબ્ધતા કરવી જરૂરી છે.
આ બાળકોને સમયસર મેડિકલ સારવાર ન મળવાથી તેમની તબિયત વધારે ખરાબ થતા જીવ ગુમાવવાનો સમય આવ્યો એમ અનેક પ્રકરણમાં નિષ્પન્ન થયું છે. 2021માં ટીબીના કારણે બાળકોમાં સૌથી વધારે 23, 2019માં 20 મૃત્યુની નોંધ થઈ. 2018માં 12 અને 2020માં 14 બાળકોએ ટીબીના લીધે જીવ ગુમાવવો પડ્યો. 2022માં આ સંખ્યા 19 થઈ હતી. 1 જાન્યુઆરી 2017 થી ડિસેમ્બર 2022ના સમયગાળામાં મુંબઈમાં 95 બાળકોના મૃત્યુ થયાની માહિતી ટીબી નિયંત્રણ વિભાગે આપી હતી.
આ પહેલાં નાના બાળકોમાં ટીબી સંક્રમણનો વિચાર ગંભીરતાથી વિચાર કરવામાં આવતો નહોતો પણ હવે થઈ રહ્યો છે એમ મુંબઈ ટીબી કલેક્ટિવ ફોરમના ગણેશ આચાર્યએ જણાવ્યું હતું. હોસ્પિટલોમાં બાળકો માટે બેડની સંખ્યા વધારવાની દષ્ટિએ પ્રયત્ન શરૂ થયા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ટીબી સર્વેક્ષણ માટે કામ કરતા આરોગ્ય કાર્યકર્તાના મતે કુર્લા, ઘાટકોપર, ગોવંડી ભાગમાં બાળકોમાં ટીબીનું પ્રમાણ વધતું જણાયું છે. તેમ જ ન્યૂમોનિયાના લક્ષણો બાળકો માટે સરખા હોવાથી એનું નિદાન વહેલું થતું નથી.
વાલીઓ તરફથી બાળકોને થતા ટીબીના રોગની નોંધ પણ લાંબો સમય થતી ન હોવાનો મત ડોકટરો વ્યક્ત કરે છે. બે મહિનામાં 20 બેડની વ્યવસ્થા : મહાપાલિકાની શિવરી ટીબી હોસ્પિટલમાં નાના બાળકોની સારવાર માટે ટૂંક સમયમાં વિશેષ કક્ષ શરૂ કરવામાં આવશે. મહાપાલિકાએ આપેલી માહિતી અનુસાર આગામી બે મહિનામાં 20 બેડનો વોર્ડ શરૂ થશે. હોસ્પિટલ ઈમારતના રિપેરીંગના કારણે બાળરોગ ટીબી કક્ષ બંધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.