મોદીની મુલાકાત પહેલાં જ રાજકારણ ગરમાયું:મહારાષ્ટ્રમાં પ્રકલ્પોનો જશ ખાટવા આઘાડી અને સરકાર વચ્ચે રસાકસી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ પ્રકલ્પોના ઉદઘાટન મુદ્દે ફરીથી ગરમાયું છે. રાજકીય પક્ષો આ પ્રકલ્પોનો જશ ખાટવા એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે મુંબઈની મુલાકાત લેશે અને તેમના હસ્તે કેટલાક પ્રકલ્પોનું ઉદઘાટન થવાનું છે. આથી મોદીની મુલાકાત પહેલાં જ રાજકારણ ગરમાવા લાગ્યું છે.

શિવસેના ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે. દરમિયાન વડાપ્રધાન જે પ્રકલ્પોનું ઉદઘાટન કરવાના છે તે પ્રકલ્પના સ્થળે જઈને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કામની સમીક્ષા કરી હતી.

આદિત્ય ઠાકરેએ પત્રમાં કમિશનરને યાદ અપાવ્યું છે કે, મહાવિકાસ આઘાડી સરકાર દરમિયાન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ખારા પાણીને મીઠું વપરાશ લાયક કરવાના પ્રોજેક્ટને ગતિ મળી હતી. એસટીપી (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્રોજેક્ટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી ભૂમિપૂજન કેમ થયું નથી? છેલ્લા છ મહિના કેમ વેડફાયા? એવો પ્રશ્ન કર્યો છે.

ઠાકરેએ ખારા પાણીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટમાં વિલંબ પર પણ નારાજગી વ્યક્ત કરી છે. 19 જાન્યુઆરીએ મુંબઈ મહાનગરપાલિકાના એસટીપી પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન મુંબઈ મેટ્રો 2એ અને મુંબઈ મેટ્રો 7નું ઉદઘાટન પણ કરવામાં આવશે. મુંબઈ મેટ્રો 2એ અને મેટ્રો 7ના પ્રથમ તબક્કાનું ઉદઘાટન ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં બંને રૂટ પર એકસાથે 20 કિમીના રૂટ પર ટ્રાફિક શરૂ કરાયો હતો, જે બાદ રોડનું બીજા તબક્કાનું કામ પૂર્ણ કરી રોડનું લોકાર્પણ કરવામાં આવશે. મોદી મુંબઈમાં કોંક્રીટ રોડ નિર્માણનો શિલાન્યાસ કરશે. તે સિવાય બાળાસાહેબ ઠાકરે દવાખાના યોજના હેઠળ 52 દવાખાનાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.​​​​​​​

મહાપાલિકાના પ્રકલ્પોનું ઉદઘાટન
મુંબઈ મહાપાલિકાના 7 ગંદા પાણી પર પ્રક્રિયા પ્રકલ્પનું ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. ત્રણ હોસ્પિટલ સહિત બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના યોજના અંતર્ગત 52 દવાખાનાનું ઉદઘાટન પણ તેઓ કરશે એવી માહિતી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપી હતી.

નવી મુંબઈ મેટ્રોના ઉદઘાટનની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બહુપ્રતિક્ષિત નવી મુંબઈ મેટ્રોનું ઉદઘાટન કરવામાં આવી એવી શક્યતા છે. સેન્ટ્રલ પાર્કથી બેલાપુર વચ્ચે મેટ્રોનું કામ પૂરું થયું છે. તેથી નવી મુંબઈની મેટ્રો પણ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.

મેટ્રો-2એ અને મેટ્રો-7
મેટ્રો 2-એ અને મેટ્રો-7નો પહેલો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. હવે બીજા અને અંતિમ તબક્કાની શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. આ બંને રૂટ સંપૂર્ણપણે શરૂ થતા નાગરિકોને ઘણી રાહત. 18.5 કિલોમીટર લાંબો મેટ્રો-2એ રૂટ હવે ડી.એન.નગરથી દહિસર પશ્ચિમ સુધી હશે. એમાં દહિસર પૂર્વ, અપર દહિસર, કાંદરપાડા, મંડપેશ્વર, એક્સર, બોરીવલી પશ્ચિમ, શિંપોલી, કાંદિવલી પશ્ચિમ, દહાણુકર વાડી, વલણઈ, મલાડ પશ્ચિમ, લોઅર મલાડ, પહાડી ગોરેગાવ, ગોરેગાવ પશ્ચિમ, ઓશિવરા, લોઅર ઓશિવરા અને ડી.એન.નગર સ્ટેશન હશે. મેટ્રો-7માં દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, માગાઠાણે, પોઈસર, આકુર્લી, કુરાર, દિંડોશી આરે, ગોરેગાવ પૂર્વ (મહાનંદ ડેરી), જોગેશ્વરી પૂર્વ (જેવીએલઆર જંકશન), શંકરવાડી, ગુંદવલી (અંધેરી પૂર્વ) સ્ટેશનનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...