• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • In Maharashtra, The Chief Secretary Of The Legislative Assembly Sent Notices To 39 MLAs From The Shinde Group And 14 MLAs From The Uddhav Group.

શિવસેનાના 53 MLAને શોકોઝ નોટિસ:મહારાષ્ટ્રમાં વિધાનસભાના મુખ્ય સચિવે શિંદે જૂથના 39, ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યને નોટિસ પાઠવી

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની સરકાર બન્યા બાદ પણ રાજકીય ગરમાગરમી જારી છે. વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે શિવસેનાના 55માંથી 53 ધારાસભ્યને કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં શિંદે જૂથના 39 અને ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યને નોટિસ પાઠવી છે. આ નોટિસ પક્ષપલટાના આધાર પર અયોગ્યતાના નિયમ અંતર્ગત અપાઇ છે.

બંને જૂથના ધારાસભ્યોએ નોટિસ મળ્યાની પુષ્ટિ કરી છે. બંને જૂથે એકબીજા સામે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી અને વિશ્વાસમત અંગે મતદાન દરમિયાન પક્ષના વ્હિપના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે અને સામા પક્ષના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની બંને પક્ષેથી માગ કરાઇ છે.

સૂત્રોએ જણાવ્યું કે ધારાસભ્યોને 7 દિવસમાં નોટિસનો જવાબ આપવા જણાવાયું છે. શિંદે જૂથે ઉદ્ધવ જૂથના જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો નામોલ્લેખ નથી કર્યો.

અન્ય સમાચારો પણ છે...