ધરપકડ:ચેમ્બુરમાં નવજાતની લેવેચ કરતી બે મહિલા પકડાઈ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈમાં નવજાત બાળકોની ચોરી કરીને વેચી મારવાનું પ્રમાણ વધી ગયું છે. આવો વધુ એક કિસ્સો ચેમ્બુરમાં નોંધાયો છે. ક્રાઈમ બ્રાન્ચની ચેમ્બુર શાખાએ સમયસર પગલાં લઈને એક દિવસની નવજાત બાળકીનો છુટકારો કરીને બે મહિલાઓની ધરપકડ કરી છે.દેવનાર પોલીસ સ્ટેશનની હદમાં રૂમ 182, ચાલ 10, દાદાસાહેબ ગાયકવાડ નગર, ચેમ્બુરમાં એક મહિલા નવજાત બાળકી રૂ. 1 લાખમાં વેચવા માટે આવવાની છે એવી માહિતી મળી હતી, જેને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ માહિતીને આધારે મહિલાને નવજાત સાથે કબજામાં લેવામાં આવી હતી.

મહિલાની ઊલટતપાસ લેતાં તેણે નવજાતની માતા પાસેથી જ ખરીદી કર્યું હોવાનું કબૂલ કર્યું હતું. આ પછી નવજાતની માતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન નવજાતને કબજામાં લઈને સાયન હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. દરમિયાન નવજાતની માતાએ કબૂલ કર્યું કે તેનો પતિ ગુનાહિત પ્રવૃત્તિનો છે અને કેટલાંક વર્ષથી જેલમાં છે. આ દરમિયાન તેને કોઈક સાથે અનૈતિક સંબંધ બંધાયો હતો, જેમાંથી નવજાતનો જન્મ થયો હતો. આથી આ વાત છુપાવવા માટે તેણે નવજાત બાળકીને વેચી નાખી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...