વળતર:વિદ્યાર્થીનું કમનસીબે મૃત્યુ થાય તો કુટુંબને દોઢ લાખનું વળતર

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને સાનુગ્રહ અનુદાન અપાય છે

પહેલાથી બારમા ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓમાંથી કોઈનું કમનસીબે મૃત્યુ થાય તો રાજીવ ગાંધી વિદ્યાર્થી સુરક્ષા યોજના અંતર્ગત એ વિદ્યાર્થીના કુટુંબીઓને દોઢ લાખ રૂપિયા વળતર તરીકે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.

રાજ્યમાં બારમા ધોરણ સુધીના વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું કમનસીબે મૃત્યુ થાય અથવા જખમી થાય તો રાજીવ ગાંધી વિદ્યાર્થી સુરક્ષા યોજના અંતર્ગત વીમા કંપનીઓ દ્વારા સાનુગ્રહ અનુદાન આપવામાં આવે છે. એના માટે તમામ વિદ્યાર્થીઓનો વીમાનો હપ્તો રાજ્ય સરકાર તરફથી ભરવામાં આવે છે.

પણ વીમા કંપનીઓ વિવિધ કારણ જણાવીને વળતર ચુકવવાનું ટાળે છે અથવા મોડું કરે છે. વિદ્યાર્થીઓના અકસ્માતે મૃત્યુના કેસનો ઝડપથી ઉકેલ આવતો ન હોવાથી વીમા કંપની તરફની યોજના બંધ કરીને એના બદલે સાનુગ્રહ અનુદાન આપવાની યોજનાની શરૂઆત કરવામાં આવી. હવે આ યોજનામાં સુધારા કરવાનો નિર્ણય રાજ્યના સ્કૂલ શિક્ષણ અને ક્રીડા વિભાગે લીધો છે.

એ અનુસાર આ મદદ આપવામાં આવશે. જો કે આત્મહત્યાનો પ્રયત્ન અથવા જાણી જોઈને પોતાને જખમી કરશે તો ગુનો કરતા થયેલ અકસ્માત, નશીલા પદાર્થની અસર હેઠળ થયેલ અકસ્માત, કુદરતી મૃત્યુ કે કાર-બાઈક રેસિંગમાં મૃત્યુ થશે તો આ યોજના અંતર્ગત વળતર નહીં મળે.

વળતરની યોજના પ્રમાણે અકસ્માતે મૃત્યુ થાય તો દોઢ લાખ રૂપિયાનું વળતર કુટુંબીઓને મળશે. અકસ્માતના કારણે કાયમી દિવ્યાંગ બને (બે અવયવ, બે આંખ નકામી થાય) તો 1 લાખ રૂપિયા, અકસ્માતમાં એક અવયવ કે એક આંખ નકામી થાય તો 75 હજાર રૂપિયા, અકસ્માતના કારણે ઓપરેશન કરવું પડે તો હોસ્પિટલનું બિલ અથવા મહત્તમ 1 લાખ રૂપિયા, વિદ્યાર્થીનું બીમારી કે સર્પદંશની મૃત્યુ થાય તો દોઢ લાખ રૂપિયા વળતર તરીકે મળશે. રમતગમત સ્પર્ધામાં જખમી થાય અથવા સ્કૂલમાં ભારે વસ્તુ પડવાથી જખમી થાય અથવા વીજના આંચકો કે વીજળી પડે તો 1 લાખ રૂપિયાનું વળતર મળશે.

અન્ય સમાચારો પણ છે...