ભાસ્કર વિશેષ:1 દિવસમાં 29 ગ્રામ પંચાયતોએ વિધવા પ્રથા વિરુદ્ધ ઠરાવ કર્યો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધવા પ્રથા હદપાર કરો, સન્માનનાં સાક્ષીદાર બનો, ઠરાવ કરવા માટે આગેવાની લો : મહિલા પંચ

આજે પણ સમાજમાં વિધવા પ્રથા જેવી અનિષ્ટ પ્રથા પ્રચલિત હોવાનું જોવા મળે છે. રાજ્યનાં દરેક ગામમાં વિધવા પ્રથા મુક્તિનો ઠરાવ કરવા માટે આગેવાની લો, એવો અનુરોધ રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે કર્યો હતો.તેમની આગેવાનીમાં પુણેના ખડકવાસલા વિસ્તારમાં ધાયરી સહિત 29 ગ્રામ પંચાયતોએ આજે વિધવા પ્રથા બંધી કરતો ઠરાવ મંજૂર કર્યો.

આ સમયે ધાયરી ખાતે આયોજિત કાર્યક્રમમાં તેઓ બોલતાં હતાં. આ સમય મહાપાલિકા કમિશનર વિક્રમ કુમાર, પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા, એસપી અભિનવ દેશમુખ, એડિશનલ કમિશનર વિલાસ કાનડે, ઉપ મુખ્ય કાર્યકારી અધિકારીઓ સચિન ઘાડગે, જામશિંગ ગિરાસે, તહેસીલદાર તૃપ્તિ કોલતે, હવેલીનાં જૂથ વિકાસ અધિકારી પ્રશાંત શિર્કે હાજર હતાં.

મહિલા પંચ વતી રાજ્યમાં બાળવિવાહ, ગર્ભલિંગ પરીક્ષણ, સ્ત્રીભ્રૂણ હત્યા, દહેજ, વિધવા, એકલ મહિલા જેવી સમસ્યાઓ બાબતે જનજાગૃતિ કરવામાં આવી રહી છે. આ જ રીતે મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે અને સમાજમાં કુપ્રથા બંધ કરવાનું કામ ચાલુ છે. ખડકવાસલા મતદારવિસ્તારમાંથી 100 ટકા વિધવા પ્રથા બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો તે બહુ સારી વાત છે અને માર્ગદર્શક પણ છે. રાજ્યનાં ગામેગામમાં આવા ઠરાવ થશે એવી અપેક્ષા છે. સમાજમાં મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે દરેકે આગેવાની લેવી જોઈએ, એમ ચાકણકરે જણાવ્યું હતું.

સમાજમાં કુપ્રથા બંધ કરવા માટે બધાની આગેવાની જરૂરી છે. સમાજમાં કુપ્રથા બંધ કરીને મહિલાઓને સન્માન આપનારો આ અત્યંત મહત્ત્વપૂર્ણ ઉપક્રમ છે, એમ અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું. ખડરવાસલા વિભાગની અનેક ગ્રામ પંચાયતોએ વિધવા પ્રથા વિરુદ્ધ ઠરાવ કર્યો છે.

29 ગ્રામ પંચાયતે કુપ્રથા બંધ કરીને મહિલાઓને સન્માન આપતો આ ઉપક્રમ હાથ ધર્યો હોઈ તે મહત્ત્વપૂર્ણ નીવડશે. એક સમયે ઠરાવ કરનારો રાજ્યનો આ પ્રથમ જ ઉપક્રમ છે. વિધવા મહિલાઓને સમાન અધિકાર છે. ગામના સરપંચ, મહિલા તે માટે આગેવાની લઈ રહ્યાં છે તે સારી વાત છે. રાજ્યનાં ગામેગામ આવા ઉપક્રમ જરૂરી છે, એમ વિક્રમ કુમારે જણાવ્યું હતું.

સ્ત્રી- પુરુષ સમાનતાનો ઈતિહાસ : સ્ત્રી- પુરુષ સમાનતાનો ઈતિહાસ લખવામાં આવશે તે સમયે આ ઐતિહાસિક કાર્યક્રમની તેમાં નિશ્ચિત જ નોંધ કરાશે. કાયદા સાથે અનુરૂપ સામાજિક વાતાવરણ નિર્માણ કરવું જરૂરી છે. આજના આ ઠરાવના કાર્યક્રમમાંથી લોક ચળવળ ઊભી રહેશે, મહિલાઓને સન્માન આપતી સારી શરૂઆત થઈ છે, એમ ડો. દેશમુખે જણાવ્યું હતું.

પંચના અનુરોધને ઉત્તમ પ્રતિસાદ
રાજ્ય મહિલા પંચે વિધવા પ્રથા જેવી અનિષ્ટ પ્રથા નાબૂદ કરવા માટે રાજ્યની બધા ગ્રામ પંચાયતોને અનુરોધ કર્યો હતો, જેને રાજ્યભરમાંથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરની આગેવાનીમાં ખડકવાસલા મતવિસ્તારના ધાયરી સહિત 29 ગ્રામપંચાયતોએ અને અમુક પ્રભાગના નાગરિકોએ પણ આ ઠરાવ મંજૂર કર્યો છે. ખડકવાસલા મહારાષ્ટ્રમાં 100 ટકા વિધવા પ્રથા બંધી કરનાર પ્રથમ મતવિસ્તાર આ સાથે બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...