સંશોધનાત્મક અભ્યાસ:ત્વચા પરના ગંભીર અને ઊંડા જખમ માટે IIT મુંબઈની નવી શોધ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્ટિબેકટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને બળતરા ઓછી કરવાના ગુણધર્મ

હળદર, શેલ માછલી, ઈંડાના કવચમાંના પ્રોટીનનો ઉપયોગ કરીને ત્વચા પરના ઉંડા અને ગંભીર જખમ માટે પાણીથી બચાવ કરીને સંરક્ષણ સહિત એ જખમ વહેલાસર ભરાઈ જવામાં મદદ કરતી મલમપટ્ટી આઈઆઈટી મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પટ્ટી બે સ્તરવાળી છે જેમાં જીવાણુના ઉછેર પર પ્રતિબંધ (એન્ટિબેકટેરિયલ), એન્ટિઓક્સિડન્ટ અને બળતરા ઓછી કરવામાં (એન્ટિ ઈન્ફ્લેમેટરી) ગુણધર્મ છે.

જખમ પર લગાવવા માટે અત્યારે બજારમાં 3 હજારથી વધારે મલમપટ્ટીના ઉત્પાદન ઉપલબ્ધ છે. પણ ગંભીર અને ઉંડા જખમ પર લગાડેલી મલમપટ્ટીમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણધર્મ ન હોવાથી જખમ રૂઝાવામાં સમય લાગે છે અને પટ્ટી ઘણી વખત બદલાવવી પડે છે. જખમમાંથી નીકળતું દ્રવ્ય શોષી લેવું અને એ જ સમયે ત્વચાનો ભેજ જાળવવો જરૂરી હોય છે.

મોટા ભાગે ત્વચા પરના જખમ પર કપડાની પટ્ટી અથવા કપાસનો ઉપયોગ કરવામાં આવે છે. કપાસ કે કપડાની પટ્ટી જખમમાંથી બહાર નીકળતા દ્રવ્યને ચોંટી જાય છે. ત ઉપરાંત જખમમાં પૂરતો ભેજ ન રહેવાથી જખમ પર રૂઝ આવવામાં સમય લાગે છે. અત્યારે ઉપલબ્ધ મોટા ભાગની મલમપટ્ટી એક જ સ્તરની હોવાથી પાણી કે બીજી વસ્તુઓથી જખમનું સંરક્ષણ કરવું શક્ય થતું નથી. એના પર ઉપાય તરીકે આઈઆઈટીના પ્રોફેસર પ્રક્રિતી તાયલિયા અને તેમની ટીમે આ મલમપટ્ટી તૈયાર કરી છે.

આ સંશોધનાત્મક અભ્યાસ નેનોમેડિસીન નેનોટેકનોલોજી, બાયોલોજી એન્ડ મેગેઝીનમાં છપાયો છે. અત્યારે આ પટ્ટીની ટેસ્ટ લેબોરેટરીમાં અને ઉંદર પર કરાઈ રહી છે. એના સારા પરિણામ દેખાયા છે. ગંભીર અને ડાયાબિટીસના દર્દીઓને થતા જખમ પર આ પટ્ટી ફાયદાકારક બનશે. આગામી ટેસ્ટ આ દર્દીઓ પર કરાશે.

સામાન્ય નાગરિકને પરવડે એવા દર
ઉપલબ્ધ મલમપટ્ટીની સરખામણીએ એન્ટિબેકટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ ઈન્ફલેમેટરી એમ ત્રણેય ગુણધર્મ ધરાવતી એક માત્ર મલમપટ્ટીનો પેટન્ટ લેવામાં આવશે. આ પટ્ટી માટે જરૂરી કાચો માલ બજારમાં સહેલાઈથી ઉપલબ્ધ છે. આ પટ્ટી કોઈ પણ આકારમાં તૈયાર કરવી શક્ય છે. આ ઉત્પાદન બજારમાં મૂકવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોને પરવડે એટલી કિંમતમાં પટ્ટી ઉપલબ્ધ થશે એમ પ્રક્રિતી તાયલિયાએ જણાવ્યું હતું.

નવી શોધાયેલી મલમપટ્ટીની વિશેષતા
આ મલમપટ્ટી બે સ્તરવાળી છે. એના ઉપરના સ્તરમાં પોલીકેપ્રોલેક્ટોન નામનો જૈવિક રીતે વિઘટન થતા પોલિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી બીજી પ્લાસ્ટિક પટ્ટીની સરખામણીએ આ પટ્ટીનું જૈવિક વિઘટન થતું હોવાથી કુદરતી રીતે પણ પટ્ટી ફાયદાકારક છે. એ સાથે આ સ્તરમાં શેલ માછલીની ત્વચામાં મળતો કાયટોસેન નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી પાણી સહિત બીજી વસ્તુઓથી જખમનું સંરક્ષણ થવામાં મદદ થાય છે. તેમ જ જખમમાં ભેજનું નિયમન થાય છે.

એન્ટિબેકટેરિયલ, એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે
નીચેના સ્તરના પાણીમાં પીગળી જતું પોલિવિનાઈલ આલ્કોહોલ પોલિમર, કુક્ર્યુમિન અને ઈંડાના કવચમાં રહેલા પ્રોટીનના પાતળા પડદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાંથી કુક્ર્યુમિન ઘટક હળદરની પ્રજાતીના ઝાડમાં હોય છે. એમાં એન્ટિબેકટેરિયલ, એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે. એ પાણીમાં પીગળતું નથી. પાણી પીગળે અને જખમ પર અસરકારક રીતે કામ થાય એ માટે એના સૂક્ષ્મ કણોનો પટ્ટીમાં વપરાશ કરવામાં આવ્યો છે. તેથી જખમ પર રૂઝ આવવામાં મદદ થાય છે અને મલમપટ્ટી અનેક વખત બદલવાની જરૂર પડતી નથી એમ આ અભ્યાસના મુખ્ય લેખિકા અને આઈઆઈટીના રિસર્ચર ડો. મમતા પિલ્લઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...