માંગણી:નુપૂર શર્મા પર કાર્યવાહી નહીં કરાય તો અમે રસ્તા પર ઊતરીશું : AIIC

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદી પાસે પણ આરોપીની તુરંત ધરપકડ કરવા માગણી છે

સરકારે નુપૂર શર્મા પ્રકરણમાં તુરંત કાર્યવાહી કરવી જોઈએ. નુપૂરને મુંબ્રા પોલીસે જવાબ નોંધાવવા માટે 22 જૂનની તારીખ આપી તે અમને માન્ય નથી. તેમની તુરંત ધરપકડ થવી જોઈએ, એમ ઓલ ઈન્ડિયા ઈમાન કાઉન્સિલના અધ્યક્ષ મુફ્તિ અબ્દુલ બાસિતે બુધવારે મુંબ્રા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.અમે સમાજને શાંતિ રાખવા અનુરોધ કર્યો છે. નુપૂરના વિરોધમાં 22 જૂનની મુદત ઓછી કરીને તુરંત નક્કર કાર્યવાહી કરવી જોઈએ. અન્યથા અમે રસ્તા પર ઊતરીશું, એમ તેમણે જણાવ્યું હતું. પ્રેષિત મોહમ્મદ પૈગંબર બાબતે વિવાદાસ્પદ વક્તવ્ય કરવાને લીધે ભાજપનાં પ્રવક્તા નુપૂર વિવાદમાં સપડાયાં છે.

ભાજપે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં છે. તેમના આ વિવાદાસ્પદ વક્તવ્ય માટે દેશભમાં 50થી વધુ ગુના દાખલ છે. મહારાષ્ટ્રમાં થાણે, મુંબ્રા, પુણેમાં ગુના દાખલ છે.કાઉન્સિલના પદાધિકારીઓએ જણાવ્યું કે નુપૂરની ધરપકડ માટે તેમને આપવામાં આવેલા સમય સામે અમને વાંધો છે. નુપૂરને 15 દિવસનો સમય શા માટે આપવો જોઈએ? તેમની તુરંત ધરપકડ કરવાની સૂચના પોલીસ કમિશનર અથવા ડીઆઈજીએ આપવી જોઈએ. પોલીસની કાર્યવાહી સામે અમારો વાંધો નથી, પરંતુ ધરપકડ માટે આપેલા સમયથી અમને વાંધો છે.

કાનપુર પોલીસની કાર્યવાહી શંકાસ્પદ
કાનપુર ખાતે બનેલી ઘટના પછી ત્યાંની પોલીસે કરેલી કાર્યવાહી શંકાસ્પદ છે. જે વિડિયો સામે આવ્યા છે તે જોઈને કોઈ પણ ન્યાયપ્રિય કાર્યવાહી ખોટી હોવાનું કહેશે. આથી જ આ બાબતે એક કમિટી સ્થાપીને તેના અહેવાલ અનુસાર કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. આ કમિટીમાં કોર્ટની મદદથી સર્વધર્મીઓનો સમાવેશ હોવો જોઈએ, એવી માગણી પણ મુફ્તિએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...