ગંભીર આરોપ:હું એક સીડી લગાવીશ તો આખું મહારાષ્ટ્ર હચમચી જશેઃ કરુણા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધનંજય મુંડેના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધના પુરાવાનો દાવો

કરુણા શર્માએ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે પર ફરીથી ગંભીર આરોપ કર્યા છે. મુંડેના દબાણના કારણે જ મારી માતાએ આત્મહત્યા કર્યાનો આરોપ કરુણા શર્માએ કર્યો છે. હું એક સીડી લગાવીશ તો મહારાષ્ટ્ર હચમચી જશે એવું ખળભળાટજનક વક્તવ્ય પણ શર્માએ કર્યું હતું. કરુણા શર્માએ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજી હતી. એમાં ધનંજય મુંડે પર એણે અનેક ગંભીર આરોપ કર્યા હતા. ધનંજય મુંડેએ મારી બહેનને ખોટા આરોપ હેઠળ જેલમાં નાખી કારણ કે રેણુ શર્મા ધનંજય મુંડે બાબતે પત્રકાર પરિષદમાં મોટો ખુલાસો કરવાની હતી.

જો કે એ પહેલાં જ પોલીસે એની ધરપકડ કરી હતી એવો આરોપ કરુણાએ કર્યો હતો. મેં ધનંજય મુંડે વિરુદ્ધ કરેલી ફરિયાદ પર કોઈ કાર્યવાહી થતી નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ ધનંજય મુંડેના પડખે ઊભી રહે છે. હું અત્યાર સુધી પવાર સાહેબનું માન રાખતી હતી પણ આ પ્રકરણમાં તેઓ આવી વ્યક્તિને ટેકો આપે છે એ જોઈને ખરાબ લાગે છે એમ કરુણા શર્માએ જણાવ્યું હતું. પોતાની પુત્રી શિવાની ધનંજય મુંડે પત્રકાર પરિષદમાં આવવાની હતી. પણ એને ધમકાવવામાં આવી હોવાથી એ ગેરહાજર રહી છે.

ધનંજય મુંડેના દબાણના કારણે અમારા પર ધરપકડની કાર્યવાહી થઈ. તેથી મારી માતાએ આત્મહત્યા કરી. હું જ ધનંજય મુંડેની પહેલી પત્ની છું એના પુરાવા મારી પાસે છે. 2008થી મુંડે પર વિશ્વાસ રાખીને હું મારી બહેન સાથે વાત કરતી નથી. મુંડેએ પોતાના પદનો દુરુપયોગ કર્યો. પવારે મુંડેને મંત્રી પદ પરથી હટાવવા જોઈએ એમ જણાવતા ધનંજય મુંડેના બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ છે એના પુરાવા પોતાની પાસે હોવાનું ખળભળાટજનક વક્તવ્ય કરુણા શર્માએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...