ભાસ્કર વિશેષ:10 હજાર ચો.મી.થી વધુ જગ્યામાં ઈમારત બંધાય તો મિયાવાકી વન બનાવવું બંધનકારક રહેશે!

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગ્યામાં ખુલ્લા ક્ષેત્રની જગ્યામાંથી પાંચ ટકા જગ્યા મિયાવાકી વન માટે

હરિત ક્ષેત્ર વધારીને પર્યાવરણનું સંવર્ધન કરવા માટે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલ અને પૂર્વ ઉપનગરન એડિશનલ કતમિશનર અશ્વિની ભિડેની આગેવાનીમાં 10 હજાર ચોરસમીટરથી વધુ આકારની જગ્યા પર ઈમારતનું બાંધકામ કરતી વખતે જગ્યાના ખુલ્લા ક્ષેત્ર પરના અમુક ભાગમાં મિયાવાકી વન (મિયાવાકી પ્લાન્ટેશન અથવા અર્બન ફોરેસ્ટ) વિકસિત કરવાનું બંધનકારક કરવામાં આવ્યું છે.

અત્યંત ઓછી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષ વાવવાની આ પદ્ધતિને લીધે મહાપાલિકા ક્ષેત્રના પર્યાવરણ સંવર્ધનને ગતિ મળશે, એમ ઉદ્યાન વિભાગના એસપી જિતેન્દ્ર પરદેશીએ જણાવ્યું હતું. નવા નિયમ અનુસાર ખુલ્લી ક્ષેત્ર (લેઆઉટ ઓપન સ્પેસ) માટે જેટલી જગ્યા નિર્ધારિત કરવામાં આવશે તે જગ્યાના પાંચ ટકા જેટલા આકારનું મિયાવાકી વન વિકસિત કરવાનું હવે બંધનકારક કરવામાં આવ્યું છે. આ મિયાવાકી વન વિકસિત કરવા માટે સંબંધિત ડેવલપરને અમુક ટેક્નિકલ માર્ગદર્શન જોઈતું હોય તો તેની માહિતી ઉદ્યાન ખાતા દ્વારા આપવામાં આવશે.

આ ધ્યાનમાં લેતાં મહાપાલિકાના ઈમારત પ્રસ્તાવ વિભાગને બાંધકામ પરવાનગી (આઈઓડી) સંબંધી શરતમાં મિયાવાકી વન વિકસિત કરવાની શરત સમાવેશ કરવાનો નિર્દેશ પણ કમિશનરના આદેશ અનુસાર આપવામાં આવ્યો છે, એમ પરદેશીએ જણાવ્યું હતું.

મિયાવાકી વનની વિશિષ્ટતા
આ વનની વધુ એક વિશિષ્ટ એ છે કે આરંભમાં સામાન્ય રીતે બે અથવા ત્રણ વર્ષ આ વનની નિયમિત દેખભાળ કરવી પડે છે. આ પછી આ વન નૈસર્ગિક રીતે વધે છે અને પોતાને સતત પ્રાણવાયુ આપે છે. આ ધ્યાનમાં રાખતાં મુંબઈના મિયાવાકી વનને મુંબઈ શહેરનાં ફેફસાં કહેવાય તો પણ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. નોંધનીય છે કે મહાપાલિકા દ્વારા મુંબઈમાં કેટલાંક ઉદ્યાનમાં મિયાવાકી વન વિકસાવવામાં આવ્યાં છે, જેને નાગરિકોએ પણ સારો પ્રતિસાદ આપ્યો છે.

મિયાવાકી વનના ફાયદા
સામાન્ય જંગલની તુલનામાં મિયાવાકી પદ્ધતિથી વિકસિત કરવામાં આવનારાં વનમાં ઝાડ વધુ ઝડપથી વધે છે. સામાન્ય પદ્ધતિથી વાવવામાં આવેલાં ઝાડને વૃદ્ધિ પામવા માટે જેટલો સમય લાગે છે તેની તુલનામાં સામાન્ય રીતે અડધાથી પણ ઓછા સમયગાળામાં તેટલી જ ઊંચાઈનું ઝાડ વધે છે. આ જ રીતે સાધારણ રીતે 2 વર્ષમાં વિકસિત થનારાના મિયાવાકી પદ્ધતિના વનમાં ઝાડમાં અંતર ઓછું હોવાથી તે ગાઢ હોય છે.

અન્ય સમાચારો પણ છે...