રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ પરને જૂના યુગના હીરો ગણાવ્યા બાદ રાજ્યમાં વિરોધી પક્ષો તેમને હટાવવાની સતત માગણી કરી રહ્યા છે. આ વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે રાજ્યપાલે ફરી એક વખત ખળભળાટજનક વિધાન કર્યું હોવાથી વિવાદમાં સપડાઈ એવી શક્યતા છે.
રાજ્યપાલ પુણેના ડેક્કન ચેમ્બર ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રિકલ્ચર વતી વાર્ષિક પુરસ્કાર સમારંભમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં તેમણે હું પોતાને રાજ્યપાલ માનતો નથી એવું વક્તવ્ય કર્યું. રાજ્યપાલે ભાષણ શરૂ કર્યું તે સમયે સામેની બાજુમાં વિડિયો રેકોર્ડિંગ કરતી એક વ્યક્તિની પાછળ એક મહિલા બેઠેલી હતી.
આ મહિલાએ મંચ પર રાજ્યપાલ દેખાતા નહોતા તેથી રાજ્યપાલના મંચની બીજી બાજુ ઊભી રહીને બોલવાની વિનંતી કરી.આ સમયે રાજ્યપાલે હળવી મજાકમાં જણાવ્યું કે તમને ભાષણ સાંભળવું છે કે જોવું છે? તેઓ આવું બોલતાં જ હોલમાં બધા હસવા લાગ્યા હતા. આ પછી તેમણે જણાવ્યું, મૈ માનતા હી નહિ હૂં કે મૈ રાજ્યપાલ હૂં.
તમે જેમ બોલશો તેમ હું કરીશ, તમે બોલો. રાજ્યપાલના આ વક્તવ્યથી હોલમાં બધા જ હસી પડ્યા, પરંતુ રાજ્યપાલનું આ વક્તવ્ય હાલમા ચાલતા વિવાદને લઈને સૂચક માનવામાં આવે છે. આથી તેમાંથી વિવાદ ઊભો થવાની શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.