હત્યા:હોસ્પિટલ કર્મચારીની જીવલેણ ઈન્જેકશન આપી પત્નીની હત્યા

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્સ સાથ લફરું ચલાવવા પત્નીની હત્યા કરી નાખી

પુણેની હોસ્પિટલમાં કામ કરતા એક 23 વર્ષીય પુરુષ નર્સે પ્રાણઘાતક ઈન્જેકશન આપીને પત્નીની હત્યા કરી નાખી હતી અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સ્વપ્નિલ સાવંત પુણેમાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતો હતો. તેને સાથી નર્સ સાથે અનૈતિક સંબંધ હતા અને તેની સાથે પરણવા માગતો હતો. આથી તેણે પત્નીને કાયમ માટે રસ્તામાંથી દૂર કરવાની યોજના બનાવી હતી, એમ પૌડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

સાવંતના હજુ પાંચ મહિના પૂર્વે જ પ્રિયંકા ક્ષેત્રે સાથે લગ્ન થયાં હતાં અને નવદંપતી મુળશી તાલુકામાં કસાર અંબોલી ગામમાં ભાડાના ઘરમાં રહેતું હતું. 14 નવેમ્બરે સ્વપ્નિલ પત્નીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ ગયો હતો. ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

પ્રિયંકાની સહી કરેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી હતી. તેને આધારે ઘરેલુ હિંસા અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો, એમ પીઆઈ મનોજ યાદવે જણાવ્યું હતું. જોકે તપાસ દરમિયાન એવું બહાર આવ્યું કે સ્વપ્નિલે કામ કરતો હતો તે હોસ્પિટલમાંથી જ વેક્યુરોનિયમ બ્રોમાઈડ, નાઈટ્રોગ્લીસરિન ઈન્જેકશન અને લોક્સ 2% સહિત અમુક દવાઓ અને ઈન્જેકશન ચોરી કર્યાં હતાં અને તે આપીને પત્નીને મારી નાખી હતી.આથી સુસંગત જોગવાઈઓ હેઠળ સ્વપ્નિલ સામે નવેસરથી હત્યાનો કેસ દાખલ કરાયો છે અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, એમ યાદવે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...