સ્ટાર્ટઅપ પ્રોગ્રામ:હોમ જિનોમ સિક્વન્સિંગથી ટીબીથી મૃત્યુ ટાળી શકાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં 2021માં 60,000 ટીબીના દર્દી નોંધાયા

રાજ્યમાં ટીબીના ઘાતક આરોગ્ય સંબંધી, સામાજિક અને આર્થિક પરિણામ વિશે સાર્વજનિક સ્તરે જાગૃતિ નિર્માણ કરવાના ભાગરૂપે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને ડો. વેલુમણિ જેવા આરોગ્ય ક્ષેત્રના દિગ્ગજોનું અને જીઈ હેલ્થકેર અને ઈન્ટર ઈન્ડિયા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જેવી ખાનગી કંપનીઓનું પીઠબળ ધરાવતા હેસ્ટેક એનાલિટિક્સના મુંબઈ સ્થિત હેલ્થ- ટ્રેક સ્ટાર્ટઅપે ચર્ચાસત્રનું આયોજન કર્યું હતું. ભારતમા ટીબી નાબૂદીના પ્રયાસ પર ચર્ચા કરવા અગ્રણી ફેફસા વિકારના નિષ્ણાતો (પલ્મોનોલોજિસ્ટ)એ ભાગ લીધો હતો.

હોમ જિનોમ સિક્વન્સિંગનો ટીબીના નિદાન અને ઉપચાર માટે ક્રાંતિકારી વન- સ્ટોપ સોલ્યુશન તરીકે કઈ રીતે ઉદય થઈ શકે તે વિશે જનતાને માહિતગાર કરવાના ઉદ્દેશથી હેસ્ટેક એનાલિટિક્સ અમુક વિખ્યાત પલ્મોનોલોજિસ્ટ એક મંચ પર લાવી હતી. તેમાં ટીબી એસોસિયેશન ઓફ ઈન્ડિયાની મધ્યવર્તી સમિતિના સભ્ય અને મુંબઈમાં રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમના માસ્ટર રાષ્ટ્રીય પ્રશિક્ષક ડો. નિખિલ સારંગધર, નવી મુંબઈની તેરણા સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસ્ચ સેન્ટરના આસિસ્ટન્ટ પ્રોફેસર અને નવી મુંબઈની આશીર્વાદ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડો. અંચિત ભટનાગર, મુંબઈના કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશિયલ એન્ડ ઈન્ટેન્સિવિસ્ટ, ડીએનબી (ચેસ્ટ) ડો. પંકજ બંગ સાથે હેસ્ટેક એનાલિટિક્સના સહ- સંસ્થાપક અને સીઈઓ ડો. અનિર્વાન ચેટરજીનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...