નિર્ણય:મહારાષ્ટ્રમાં એપ્રિલ 2019 પહેલાંના વાહનોને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી પ્લેટ પર બારકોડ અને થ્રી ડી હોલોગ્રામ હોય છે

રાજ્યમાં એપ્રિલ 2019 પહેલાંના વાહનોને પણ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ બાબતની અમલબજાવણી ટૂંક સમયમાં કરવામાં આવશે. એના માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાની માહિતી પરિવહન આયુક્ત કાર્યાલય તરફથી આપવામાં આવી હતી. કોરોનાના સમયમાં આ પ્રક્રિયા બંધ હતી. વાહનોની નંબર પ્લેટમાં ચોર દ્વારા ફેરફાર કરવામાં આવે છે.

નંબર બદલવાથી અનેક વખત વાહન મળતા નથી અને ચોરને પકડવો શક્ય થતું નથી. અકસ્માત થયા પછી વાહનધારકની માહિતી ઉપલબ્ધ થવા આરટીઓ તેમ જ પરિવહન પોલીસે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાહનોની સુરક્ષિતતા ધ્યાનમાં રાખીને કેન્દ્રિય રસ્તા પરિવહન મંત્રાલયે ડિસેમ્બર 2018માં તમામ વાહન માટે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાડવાનો નિર્ણય લીધો હતો. આ બાબતના તમામ ધોરણ નક્કી કરવામાં આવ્યા. એપ્રિલ 2019થી નવા વાહનના ઉત્પાદકોએ અથવા વિતરકોએ આવી નંબર પ્લેટ લગાડી આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું.

એ પછી રાજ્યમાં એની અમલબજાવણી શરૂ કરવામાં આવી. નવા વાહન સાથે જ એપ્રિલ 2019 પહેલાંના જૂના વાહનોને પણ આ નિયમ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય પરિવહન વિભાગે એ સમયે લીધો હતો. ટેંડર પ્રક્રિયા દ્વારા એક કંપનીની પસંદગી કરીને એ કામ સોંપવાની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી. જો કે કોરોનાના કારણે આ પ્રક્રિયા બંધ પડી. રાજ્યમાં હવે જૂના વાહનોને પણ હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાડવાની પ્રક્રિયાને ફરીથી ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સંદર્ભે રાજ્ય પરિવહન આયુક્ત વિવેક ભિમનવારે જણાવ્યું કે એપ્રિલ 2019 પહેલાંના વાહનને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાડવાનો નિર્ણય જૂનો જ છે. કોરોનાના કારણે આ પ્રક્રિયા બંધ પડી હતી. ટેંડર પ્રક્રિયા દ્વારા એક કંપનીની પસંદગી કરીને આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે. આ તમામ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અમલબજાવણીનો પડકાર : અત્યારે રાજ્યમાં 4 કરોડ કરતા વધારે વાહન છે. એપ્રિલ 2019 પછી ઉત્પાદિત થયેલા લાખો વાહનને હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાડવામાં આવી હોવાની માહિતી પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

બારકોડ અને થ્રી ડી હોલોગ્રામનો સમાવેશ
હાઈ સિક્યોરિટી નંબર પ્લેટની ખાસિયત એટલે સુરક્ષિતતાની દષ્ટિએ વાહનોને લગાડવામાં આવતી પ્લેટ પર બારકોડ અને થ્રી ડી હોલોગ્રામનો સમાવેશ હોય છે. સંબંધિત બારકોડ આરટીઓ અથવા પરિવહન પોલીસ સ્કેન કરે ત્યારે આ વાહન બાબતની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થાય છે.

અન્ય સમાચારો પણ છે...