હાઈ કોર્ટનું અલ્ટિમેટમ:પ્રશાસનને અગ્નિસુરક્ષાના નિયમોનો અમલ કરવા હાઈ કોર્ટનું અલ્ટિમેટમ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 વર્ષ પછી સરકારની નિદ્રા ખૂલી

અગ્નિસુરક્ષાના નિયમોની અમલબજાવણી માટે છેલ્લી તક હાઈ કોર્ટે આપી છે. ત્રણ મહિનાનો મુદતવધારો માગનારી સમિતિને ડિસેમ્બરના આખર સુધીની તક હાઈ કોર્ટે આપી છે. પ્રશાસનને સર્વ અગ્નિસુરક્ષાના નિયમોની અમલબજાવણી કરીને અહેવાલ રજૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.અગ્નિસુરક્ષા કાયદાની જોગવાઈઓની અમલબજાવણી કરવા માટે સ્થાપેલી સમિતિએ અહેવાલ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો મુદતવધારો માગ્યો છે.

જોકે હાઈ કોર્ટે તેની પર નારાજી વ્યક્ત કરીને સમિતિને ડિસેમ્બર અંત સુધી અહેવાલ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે. 13 વર્ષ આ સંબંધમાં અધ્યાદેશની ટાળમટોળ કરનારી રાજ્ય સરકારની નિદ્રા આખરે ખૂલી હોઈ હાલમાં જ ચાર સભ્યની અગ્નિસુરક્ષા સમિતિ સ્થાપવામાં આવી છે.મુંબઈમાં 26/11ના થયેલા હુમલાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે મુંબઈની ઊંચી ઈમારતોની અગ્નિસુરક્ષા વિશે અને આપત્કાલીન ઘટના સર્જાય તો જાનહાનિ અને માલહાનિ ટાળવા માટે વર્ષ 2009માં વટહુકમનો મુસદ્દો કાઢ્યો હતો.

જોકે તે બાબતનો અંતિમ વટહુકમ હજુ કાઢ્યો નથી. તે કાઢવાનો આદેશ આપવાની માગણી માટે આભા સિંહ વતી એડ. આદિત્ય પ્રતાપે એક જનહિત અરજી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી છે. તેમાં કરાયેલી માગણી અનુસાર પ્રશાસકીય અધિકારી પ્રવીણ પરદેશીની અધ્યક્ષતામાં નગર રચના વિભાગના માજી સંચાલક નોરા શેંડે, એન્જિનિયર સંદીપ કિસોરે સાથે મુંબઈ મહાપાલિકાના વિકાસ નિયોજન વિભાગના ચીફ એન્જિનિયરનો આ સમિતિમાં રાજ્ય સરકારે સમાવેશ કર્યો છે.

દરમિયાન આજ સુધી મુંબઈએ અનેક આંચકા અનુભવ્યા છે. ક્યારેક બોમ્બવિસ્ફોટ, ક્યારેક આતંકવાદી હુમલા, ક્યારેક નૈસર્ગિક આપત્તિ. જોકે 26/11ના તે દિવસો આજે પણ મુંબઈગરાના મનમાં લખલખું પેદા કરે છે. તે દિવસની યાદ આવતાં રૂવાડાં ઊભાં થઈ જાય છે. સમુદ્રમાર્ગે મુંબઈમાં પ્રવેશ કરીને આતંકવાદીઓએ મુંબઈને બાનમાં રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...